Rajkot : ગોંડલ જૂથ અને રીબડા જૂથના સમાધાન માટે ક્ષત્રિય સમાજનો પ્રયાસ, કહ્યું ‘બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું’

પી ટી જાડેજાએ કહ્યું જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને મારા 40 વર્ષ જૂના મિત્રો છે. વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરીશ.

Rajkot : ગોંડલ જૂથ અને રીબડા જૂથના સમાધાન માટે ક્ષત્રિય સમાજનો પ્રયાસ, કહ્યું 'બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું'
Gondal and Ribda group dispute
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 11:07 AM

ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા ગ્રુપ વચ્ચે ભાજપમાંથી ટિકિટ મેળવવા લોબિંગ કરવામાં આવ્યું હતુ.ત્યારથી જ ગોંડલ જૂથ અને રીબડા જૂથ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. જો કે હવે આવતા દિવસોમાં વિવાદ વધુ ન વકરે તે માટે ગુજરાત ભરના ક્ષત્રિય આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પી.ટી જાડેજા એ કહ્યું બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે.સૌરાષ્ટ્ર ભરના ક્ષત્રિય યુવાનોનું મહાસંમેલન મળશે. તમને જણાવી દઈએ કે, રાજપૂત સમાજના પ્રમુખ પીટી જાડેજાએ આ જાહેરાત કરી છે. પી ટી જાડેજાએ કહ્યું જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને મારા 40 વર્ષ જૂના મિત્રો છે. વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરીશ. પી ટી જાડેજા એ સોશિયલ મીડિયામાં અલગ- અલગ પાંચ વિડીયો મુક્યા છે.

રીબડામાં જયરાજસિંહ જાડેજાએ સંમેલન યોજ્યુ

આપને જણાવી દઈએ કે, બાહુબલી આગેવાનના ગઢ રીબડામાં જયરાજસિંહે મહાસંમેલન કર્યું હતુ. ખેડૂતોની જમીનના પ્રશ્ને અને ગ્રામજનોને મળેલી ધમકીના વિવાદને લઈ જયરાજસિંહ જાડેજાએ રિબડામાં સંમેલન કર્યુ હતું. ગ્રામજનોનો આક્ષેપ હતો કે, અમે ભાજપને મત આપ્યો એટલે અનિરૂદ્ધસિંહ જાડેજા ગ્રુપના લોકો અમને મારી નાખવાની ધમકી આપે છે. આ મુદ્દે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત જયરાજસિંહ જાડેજાની હાજરીમાં સંમેલન યોજાયું હતું.

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ ભાત ! જાણો કેમ?
Winter breakfast : શિયાળામાં સવારે નાસ્તામાં કયા ફળો ખાવા જોઈએ?
Orange Benefits : શિયાળામાં દરરોજ 1 નારંગી ખાઓ, ફાયદા તમને ચોંકાવી દેશે.
Increase Eye sight : આંખોની રોશની 10 ગણી વધી જશે, કરો આ કામ
Vastu : ઘરમાં પૈસા કઇ જગ્યાએ ન રાખવા જોઇએ?
નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો

મહત્વનું છે કે, ગત ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા ગ્રુપ વચ્ચે ભાજપમાંથી ટિકિટ મેળવવા લોબિંગ કરવામાં આવ્યું હતું. ટિકિટ જયરાજસિંહના ગ્રુપને મળતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ પુરતો કોંગ્રેસને ટેકો આપ્યો હતો. જોકે ચૂંટણીમાં જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજાની જીત થઈ હતી.

(વીથ ઈનપૂટ-દેવાંગ ભોજાણી, ગોંડલ) 

g clip-path="url(#clip0_868_265)">