સંસદમાં પેપર લીક મુદ્દે ભારે હંગામો! રાહુલ ગાંધીના ‘RSS’ અને ‘અંધભક્ત’ વાળા નિવેદન પર સત્તાપક્ષ લાલચોળ, રાજનાથ-રિજિજુએ લીધા આડેહાથ
પેપર લીક વિરોધી મુદ્દા પર લોકસભાની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરી ટીકા કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓનો પ્રદર્શનમાં કોઈ દ્વેષ નહોતો. વિદ્યાર્થીઓનો ગુસ્સો વાજબી હતો. વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

પેપર લીક વિરોધી મુદ્દા પર લોકસભાની ચર્ચા દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરી ટીકા કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં કોઈ ગુસ્સો કે દ્વેષ નહોતો. વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓનો ગુસ્સો વાજબી હતો. દેશ યુવાનોની લાગણીઓ સમજી શક્યો પરંતુ સરકાર લાગણીઓ સમજવામાં નિષ્ફળ ગઈ છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે, રાહુલ ગાંધીએ સંસદમાં પ્રશ્નો કર્યા, “વિદ્યાર્થીઓ પર ક્રૂરતાનો આદેશ કોણે આપ્યો? કોના આદેશ પર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો?”
અમિત શાહને ઘેરવાનો પ્રયાસ
ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ હાજર ન હોવાના મામલાને ઘેરવાનો પ્રયાસ કર્યો. રાહુલની ટિપ્પણીથી હોબાળો થયો. શાસક પક્ષના સાંસદોએ માફી માંગવાની માંગ કરી. લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીને પણ તથ્યોને સમર્થન આપ્યા વિના આવા ગંભીર આરોપો ન કરવા કહ્યું. જોકે, સપા સાંસદ અખિલેશ યાદવે રાહુલ ગાંધીનો બચાવ કર્યો. અખિલેશે કહ્યું કે જો વિપક્ષના નેતા ગંભીર આરોપો લગાવી રહ્યા હોય, તો સરકારે જવાબ આપવો જોઈએ. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે શિક્ષણ મંત્રાલયને આરએસએસ ચલાવે છે અને પૂર્વ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન માત્ર મુખોટો છે. આ નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો થતાં કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં હતી.
દેશનું ભવિષ્ય રસ્તા પર ઉતરી આવ્યું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશનું ભવિષ્ય એટલે કે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. જંતર-મંતર પર વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના નેતાઓના બાળકો પણ વિદ્યાર્થીઓની લાગણીઓ સાથે સહમત હશે. તેમણે પોતાના ઘરમાં પણ આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. રાહુલે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ જે કર્યું તે ગુસ્સો, હિંસા કે નફરત નહોતું, પરંતુ દેશના યુવાનોનો અવાજ હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક રાજકીય પક્ષે યુવાનોના આ અવાજનું સન્માન કરવું જોઈએ.
#WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, “…I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, not violence, not hatred. This was a deep expression of the youth of this country of the future generation of this country and I… pic.twitter.com/FmL801J4hg
— ANI (@ANI) July 29, 2026
અંધભક્ત શબ્દને લઈને વિવાદ
રાહુલ ગાંધીએ ‘અંધભક્ત’ અને ‘ઇડિયટ’ જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. તે કહ્યું કે અંધભક્તો મૂર્ખને ભગવાન સમાન માને છે. આ નિવેદન બાદ ફરી લોકસભામાં હોબાળો મચ્યો અને સત્તાપક્ષે તેનો વિરોધ કર્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ ગાંધીને બિલ અંગે જ બોલવાની સૂચના આપી હતી.
કિરણ રિજિજુ અને રાજનાથ સિંહની પ્રતિક્રિયા
કિરણ રિજિજુએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી અસંસદીય ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે. જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે કોઈ વ્યક્તિ વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો નથી. રિજિજુએ કહ્યું કે મર્યાદામાં રહીને બોલશો તો જ સાંભળવામાં આવશે. ત્યારબાદ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ હસ્તક્ષેપ કરીને અધ્યક્ષને અસંસદીય શબ્દો કાર્યવાહીમાંથી દૂર કરવાની વિનંતી કરી અને પોતાના સાંસદોને પણ શાંતિ રાખવા કહ્યું.
શિક્ષણ પર RSSનો કબજો
રાહુલ ગાંધીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે શિક્ષણ મંત્રાલયને આરએસએસ ચલાવે છે. સંઘે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે અને અનેક યુનિવર્સિટીઓના કુલપતિ પણ તેમની વિચારધારાથી જોડાયેલા છે. વધુમાં તે કહ્યું કે ખાનગી કંપનીઓ પરીક્ષાઓ યોજી રહી છે અને વિદ્યાર્થીઓના પરિવારો સરકાર કે આરએસએસ સામે લડી શકતા નથી. હવે વિદ્યાર્થીઓએ પોતાનો ડર છોડીને સરકારને સવાલ પૂછવાનું શરૂ કર્યું છે.
