AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 100 ની હેટ્રિક… શુભમન ગિલે પોતાની કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારી

કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની બીજી મેચમાં સદી ફટકારી. આ સાથે ગિલે સદીઓની હેટ્રિક ફટકારી હતી. ભારતમાં આ તેની સતત ત્રીજી ODI સદી છે. આ શુભમન ગિલની કારકિર્દીની સૌથી ઝડપી સદી છે.

Breaking News: 100 ની હેટ્રિક... શુભમન ગિલે પોતાની કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારી
shubman gillImage Credit source: X
| Updated on: Sep 30, 2026 | 9:42 PM
Share

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 406 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય કેપ્ટન શુભમન ગિલે મેદાન પર ચોગ્ગા અને છગ્ગાની સુનામી લાવી દીધી. વેસ્ટ ઈન્ડિઝના બોલરોની જોરદાર ધુલાઈ કરતા ગિલે માત્ર 62 બોલમાં પોતાની તોફાની સદી પૂરી કરી. તેણે કેરેબિયન બોલિંગને તોડી નાખી અને ભારત માટે ODI ઇતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી ફટકારી. તિરુવનંતપુરમમાં પ્રથમ ODIમાં 110 રન બનાવ્યા પછી, આ શ્રેણીમાં ગિલની સતત બીજી ODI સદી અને ભારતીય ધરતી પર ત્રીજી ODI સદી છે.

શુભમન ગિલની તોફાની સદી

આ રન ચેઝમાં ભારતને મજબૂત શરૂઆતની જરૂર હતી, અને કેપ્ટન શુભમન ગિલે તે જ કર્યું. તેણે ફક્ત 62 બોલમાં 100 રન પૂરા કરીને તેની ODI કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારી. શુભમન ગિલની આ સદી હવે ODI ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદીઓની યાદીમાં જોડાઈ ગઈ છે.

ભારત માટે વનડેમાં સૌથી ઝડપી સદી

52 બોલ – વિરાટ કોહલી vs ઓસ્ટ્રેલિયા (જયપુર, 2013) 60 બોલ – વીરેન્દ્ર સેહવાગ vs ન્યુઝીલેન્ડ (હેમિલ્ટન, 2009) 61 બોલ – વિરાટ કોહલી vs ઓસ્ટ્રેલિયા (નાગપુર, 2013) 62 બોલ – મોહમ્મદ અઝહરુદ્દીન vs ન્યુઝીલેન્ડ (બરોડા, 1988) 62 બોલ – શુભમન ગિલ vs વેસ્ટ ઈન્ડિઝ (ગુવાહાટી, 2026)

છેલ્લી 7 ઇનિંગમાં 3 સદી અને 3 અડધી સદી

કેપ્ટન તરીકે, શુભમન ગિલનું બેટ ODI ક્રિકેટમાં ધમાકેદાર ચાલે છે. તેણે પોતાની છેલ્લી સાત ઇનિંગમાં 3 સદી અને 3 અડધી સદી ફટકારી છે. ધુમાં, શુભમન ગિલ ભારતીય ભૂમિ પર સતત સદી ફટકારવામાં વિશ્વના ટોચના ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. ભારતમાં આ તેની સતત ત્રીજી ODI સદી છે.

ભારતમાં સૌથી વધુ સતત વનડે સદીઓ

સતત 4 સદી: એબી ડી વિલિયર્સ (2010-11) સતત 4 સદી: વિરાટ કોહલી (2017-18) સતત 3 સદી: શુભમન ગિલ (2026)

વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તૂટી ગયો

આ ઇનિંગ સાથે, શુભમન ગિલે ભારત માટે સૌથી ઓછી ઇનિંગ્સમાં 11 વનડે સદી ફટકારવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો. કોહલીએ 11 વનડે સદી પૂરી કરવા માટે 82 ઇનિંગ્સ લીધી હતી, જ્યારે ગિલે માત્ર 68 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. તે હાશિમ અમલા અને ક્વિન્ટન ડી કોક પછી આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન પણ છે.

Breaking News: સદી ફટકારતાની સાથે જ નાચવા લાગ્યો રોહિત શર્મા, જાણો કેમ કર્યું આવું ખાસ સેલિબ્રેશન?

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
g clip-path="url(#clip0_868_265)">