વડાપ્રધાન મોદીને એક સુરતીએ વેસ્ટમાંથી કલાકૃતિ બનાવી જન્મદિવસની શુભકામના પાઠવી

PM Modi ne ek surti e west mathi kalakurti banavi janamdivas ni shubhkamna pathvi

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 70મો જન્મદિવસ પૂર્ણ કરી 71માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી જ તેમની લોકચાહના ખૂબ છે. દેશ માટે ઘણા અગત્યના નિર્ણયો લઈને તેમને દેશવાસીઓનું દિલ જીતી લીધું છે. 17 સપ્ટેમ્બરે જ્યારે તેઓ પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે સુરતમાં રહેતા એક વ્યક્તિએ અલગ રીતે જ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી છે. સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા ડિમ્પલ જરીવાલા એક મિનીએચર આર્ટિસ્ટ છે. તેઓ નાની વસ્તુઓ પર અને નકામી વસ્તુઓના બેસ્ટ યુઝ કરવા માટે પ્રખ્યાત છે, તેમના નામે અનેક રેકોર્ડ પણ નોંધાઈ ચુક્યા છે.

READ  ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો, જુઓ VIDEO

PM Modi ne ek surti e west mathi kalakurti banavi janamdivas ni shubhkamna pathvi

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

PM Modi ne ek surti e west mathi kalakurti banavi janamdivas ni shubhkamna pathvi

પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ માટે પણ તેમને ખાસ કલાકૃતિ તૈયાર કરી છે. ડિમ્પલ જરીવાલાએ નકામી ચોપડીના પાના પર કોતરકામ કરીને સાઈડ પરથીએ ચોપડી પકડીએ તો આબેહૂબ પીએમ મોદીનો ચહેરો દેખાય એવી છબી ઉપસાવી છે. તે જ રીતે તેમણે પીપળાના પાન પર પણ ભારત દેશનો તિરંગો અને પીએમ મોદીનો ચહેરો કોતર્યો છે. પીપળાના નકામા પાન અને ચોપડી પર કોતરણી કરીને પીએમ નરેન્દ્ર મોદીની છબી બનાવવામાં તેમને કલાકોની મહેનત અને ખૂબ જ ધૈર્યથી કામ કર્યું છે.

READ  Forest staff rescue leopard from well in Gir-Somnath - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PM Modi ne ek surti e west mathi kalakurti banavi janamdivas ni shubhkamna pathvi

ત્યારબાદ આ સુંદર કલાકૃતિ બનીને તૈયાર થઈ છે. ડિમ્પલ જરીવાલા પોતે નરેન્દ્ર મોદીના ચાહક છે. તેઓ માને છે કે ભારત દેશનું સૌભાગ્ય છે કે તેમને નરેન્દ્ર મોદી જેવા નિર્ણાયક અને કાબેલ વડાપ્રધાન બન્યા છે. અત્યાર સુધી ભારતના જેટલા પણ વડાપ્રધાન થઈ ગયા તેમાં પીએમ મોદી બેસ્ટ છે અને તેમને તેઓએ પોતાની કલા થકી પીએમ મોદીને આ રીતે શુભકામના પાઠવી છે.

READ  VIDEO: જૂનાગઢના નિવૃત હેડ કોન્સ્ટેબલને માતૃવંદના ગાતા-ગાતા આવ્યો હાર્ટ એટેક, સ્ટેજ પર જ લીધા અંતિમ શ્વાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments