મમતાની મેગા રેલી પર મોદી બોલ્યાં, ‘વાહ ક્યા સીન હૈ ! ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીથી ફફડીને બધા થયા એક’ : જુઓ VIDEO

મમતાની મેગા રેલી પર મોદી બોલ્યાં, ‘વાહ ક્યા સીન હૈ ! ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીથી ફફડીને બધા થયા એક’ : જુઓ VIDEO


પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બૅનર્જીની મહારેલી સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિશાન સાધતા કહ્યું છે, ‘વાહ ક્યા સીન હૈ’

મોદીએ સેલવાસમાં યોજાયેલ સભાને સંબોધતા કહ્યું, ‘આ મહાગઠબંધનની કોશિશ મોદી વિરુદ્ધ જ નહીં, પણ દેશની જનતા વિરુદ્ધ છે. આ લોકોની દુનિયા તેમના પરિવાર, ભાઈ-ભત્રીજાઓને આગળ વધારવા પર કેન્દ્રિત છે. આ લોકોની દુનિયા મોદી સામે નફરતથી શરુ થાય છે અને મોદીને ગાળો ભાંડી ખતમ થઈ જાય છે, જ્યારે મારી દુનિયા સવા સો કરોડ દેશવાસીઓના સંકલ્પ સાથે શરુ થાય છે અને તેના પર જ ખતમ થાય છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતાની મેગા રેલીમાં લોકશાહી બચાવવાની દુહાઈઓ આપનારાઓ પર જોરદાર કટાક્ષ કરતાં કહ્યું, ‘જે બંગાળમાં રાજકીય પક્ષને કાર્યક્રમ કરવા પર રોક લગાવી દેવામાં આવતી હોય, લોકશાહીનું ગળું ઘોંટી દેવાતુ હોય, જ્યારે ત્યાં લોકશાહી બચાવવાની વાત થાય, તો મોઢામાંથી નિકળે છે વાહ ક્યા સીન હૈ.’

મોદીએ વિરોધીઓ પર ચાબખાં મારતા કહ્યું, ‘અમારી નીયિત દેશના વિકાસની છે. અમે દેશના વિકાસ માટે કામ કરીએ છીએ. પરિવારના વિકાસની ન તો અમારી નીતિ છે અને ન ઇરાદો.’ પીએમે વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું, ‘આ સ્વચ્છ નીયત અને સ્પષ્ટ નીતિ તેમને જરાક ખટકી રહી છે. તેમને તકલીફ થઈ રહી છે. તેમને વાંધો છે કે મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલી કડક કાર્યવાહી કેમ કરી રહ્યો છે.’

[yop_poll id=679]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati