Petrol Diesel Price: સતત બીજા દિવસે વધ્યા ભાવ, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે થઇ રહ્યું છે વેચાણ
પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price) ના વધતા ભાવોએ ફરી એકવાર સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price) ના વધતા ભાવોએ ફરી એકવાર સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલનો ભાવ આજે લિટર દીઠ 19 પૈસા વધ્યા છે જ્યારે ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે. ગઈકાલે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં 15 થી 20 પૈસાનો વધારો કરાયો હતો. બે દિવસના વધારા બાદ આજે દેશની રાજધાનીમાં પેટ્રોલ લિટર દીઠ 90.74 રૂપિયા જ્યારે ડીઝલની 81 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
દરરોજ કિંમતો બદલાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના દર દરરોજ બદલાય છે.
જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ
City | Diesel | Petrol |
Delhi | 81.12 | 90.74 |
Mumbai | 88.19 | 97.12 |
Kolkata | 83.98 | 90.92 |
Chennai | 86.09 | 92.7 |
Ahmedabad | 87.36 | 87.87 |
Rajkot | 87.15 | 87.65 |
Surat | 87.71 | 88.21 |
Vadodara | 87.01 | 87.53 |
(સોર્સ : ગુડ રિટર્ન્સ)