પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

રાજ્યમાં સરેરાશ 25 થી 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જોકે પાટણ જિલ્લામાં હજુ 10 થી 15 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. તેની સીધી અસર હવે, વાવેતર પર પડી રહી છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણો ખરીદી વાવેતર તો કરી નાખ્યું છે. પરંતુ હવે વરસાદ ખેંચાતા. ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. અને સુકારાના સંકટની ભિતી તેવો સેવી રહ્યા છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો તમારી અતિપ્રિય પાણી-પુરી કેવી જગ્યાએ અને કેવી રીતે બને છે?, જુઓ VIDEO

પાટણ અને ચાણસ્માને બાદ કરતા સમી,શંખેશ્વર, રાધનપુર, વારાહી અને સાંતલપુરમાં હજુ વરસાદ જ થયો નથી. તેથી આ તાલુકાઓમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતોએ કરવાનું ટાળ્યું છે. જોકે જિલ્લાના અન્ય ગામોમાં જે ખેડૂતોએ વાવેતર કર્યું છે. તેવા ખેડૂતો વરસાદની કાગડોળે જોઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે જિલ્લામાં ચાલુ વર્ષે 35, 207 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જેમાં 17 હજાર હેકટર માત્ર બીટી કપાસનું વાવેતર નોંધાયું છે. અને હાલમાં વરસાદ ખેંચાતા બીટી કપાસનું વાવેતર સંકટમાં મુકાયું છે અને કપાસ પિયત વિના સુકાવા લાગ્યો છે.

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati