રેલવેનો નવો પ્લાન, લાંબી મુસાફરીની મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં સ્લીપર કોચ હટાવાશે, માત્ર AC કોચ રહેશે

ભારતીય રેલવે નેટવર્કને અપગ્રેડ કરવા પર વિચાર કરી રહી છે. સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના હેઠળ લાંબી મુસાફરીની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાંથી સ્લીપર કોચને પુરી રીતે હટાવી દેવામાં આવશે. એટલે આ ટ્રેનોમાં માત્ર એસી કોચ રહેશે. આ પ્રકારની ટ્રેનની ઝડપ 130-160 કિલોમીટર પ્રતિ કલાક હશે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનના 130 કિમી પ્રતિ કલાક કે તેનાથી વધારે ઝડપથી […]

રેલવેનો નવો પ્લાન, લાંબી મુસાફરીની મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં સ્લીપર કોચ હટાવાશે, માત્ર AC કોચ રહેશે
Follow Us:
| Updated on: Oct 11, 2020 | 5:58 PM

ભારતીય રેલવે નેટવર્કને અપગ્રેડ કરવા પર વિચાર કરી રહી છે. સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના હેઠળ લાંબી મુસાફરીની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાંથી સ્લીપર કોચને પુરી રીતે હટાવી દેવામાં આવશે. એટલે આ ટ્રેનોમાં માત્ર એસી કોચ રહેશે. આ પ્રકારની ટ્રેનની ઝડપ 130-160 કિલોમીટર પ્રતિ કલાક હશે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનના 130 કિમી પ્રતિ કલાક કે તેનાથી વધારે ઝડપથી ચાલવાથી નોન એસી કોચ ટેક્નીકલ સમસ્યા ઉભી કરે છે, તેથી આ પ્રકારની તમામ ટ્રેનોમાંથી સ્લીપર કોચને કાઢી દેવામાં આવશે.

non-ac-coaches-to-be-phased-out-in-all-mail-express-trains Railway no navo plan lambi musafari ni mail ane express train ma sliper coach hatavase matra ac coach rahse

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લાંબી મુસાફરીની મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં હાલમાં 83 એસી કોચ લગાવવાની જોગવાઈ છે. ત્યારે આ વર્ષના અંત સુધી કોચની સંખ્યા વધારીને 100 કરી દેવામાં આવશે. ત્યારે આગામી વર્ષે કોચની સંખ્યા 200 કરવાનો પ્લાન છે. એટલે કે આવનારા સમયમાં મુસાફરી વધુ આરામદાયક અને ઓછા સમયવાળી રહેશે. ત્યારે સારી વાત એ પણ છે કે તેના બદલામાં ભાડુ પણ સામાન્ય એસી કોચના પ્રમાણમાં ઓછુ જ રાખવાનો પ્લાન છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેનો એ મતલબ નથી કે હવે નોન એસી કોચ રહેશે જ નહીં. નોન એસી કોચવાળી ટ્રેનની ઝડપ એસી કોચવાળી ટ્રેનોના પ્રમાણમાં ઓછી હશે. મળતી માહિતી મુજબ આ તમામ કામ ચરણબદ્ધ રીતે કરવામાં આવશે, સાથે જ નવા અનુભવોને ધ્યાનમાં રાખતા આગળની યોજના બનાવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">