બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ ‘ઉહાપોહ કરવાની જરૂર નથી’

બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ 'ઉહાપોહ કરવાની જરૂર નથી'


રાજકોટ, સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોત મામલે ઉહાપોહ કરવાની જરૂર નથી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આ ચોંકાવનારૂ નિવેદન કર્યું છે. ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં નિતીન પટેલે જણાવ્યું કે, રાજ્યના ત્રણ મહાનગરોની સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોના કેસ આવતા હોય છે.

આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે તેની ખબર નથી: નર્સ

જેની સામે મોતનો જે આંકડો સામે આવ્યો છે તે નજીવો છે. જોકે નિતીન પટેલે આ મુદ્દે ખાસ ફોડ પાડવાનું ટાળ્યું હતું. જોકે તેઓએ સ્પષ્ટતા કરી કે જે રીતે બાળકોના મોત બાદ ઉહાપોહ મચાવામાં આવી રહ્યો છે તે અયોગ્ય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati