નિર્ભયા કેસ: જાણો કેવી છે દોષિતોને ફાંસી આપવાની તૈયારી, મેરઠથી આવશે જલ્લાદ!

નિર્ભયા કેસ: જાણો કેવી છે દોષિતોને ફાંસી આપવાની તૈયારી, મેરઠથી આવશે જલ્લાદ!

2012ના બહુચર્ચિત નિર્ભયા કેસમાં પટિયાલા કોર્ટે દોષિતોને ફાંસી આપવા માટે ડેથ વોરંટની જાહેરાત કરી દીધી છે. આ બાજુ તિહાડ જેલમાં ફાંસી આપવાની હોવાથી પ્રશાસન પણ ભરપુર તૈયારીમાં છે. જો ક્યૂરેટિવ પીટીશનના લીધે મોડું ના થયું તો ફાંસી 22 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે. આ કારણે જેલમાં તૈયારી શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

nirbhaya-gang-rape-case-hearing-decision-on-death-warrant-of-nirbhaya-convicts-in-a-while-hearing-continues

આ પણ વાંચો :   જૂનાગઢમાં બાળસુરક્ષા અધિકારીએ 6 બાળકીને ભિક્ષા પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મેરઠથી બોલાવવામાં આવશે જલ્લાદ
ફાંસી આપવાની હોય ત્યારે જલ્લાદની જરુર પડે છે. તિહાડ જેલ વિભાગે 4 લોકોને ફાંસી આપવા માટે જલ્લાદ મેરઠથી બોલાવ્યા છે તેવો અહેવાલ મળી રહ્યો છે. 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યે ફાંસી આપવાની વાત ડેથ વોરંટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફાંસીનું ડેથ વોરંટ સાંભળીને 4 દોષિતો રડવા લાગ્યા હતા. તેઓ આત્મહત્યા ન કરી લે તે માટે અલગ અલગ બેરેકમાં રાખવામાં આવશે અને તેને એવો કોઈ જ સામાન આપવામાં આવશે નહીં જેનાથી આત્મહત્યા કે શારિરીક નુકસાન થઈ શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તિહાડ જેલના એક અધિકારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે ફાંસીના આદેશને લઈને તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. મેરઠથી જલ્લાદની મદદ માગવામાં આવી છે. અમારી પાસે 4 દોષિતોને ફાંસી આપવા માટે ઉચિત વ્યવસ્થા છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati