મોદી સરકાર કરવા જઈ રહી છે આ મોટો નાણાકીય નિર્ણય, તમારા કૅલેંડર પર પણ થશે સીધી અસર, બદલાઈ જશે 152 વર્ષ જૂની BRITISH પરંપરા

મોદી સરકાર કરવા જઈ રહી છે આ મોટો નાણાકીય નિર્ણય, તમારા કૅલેંડર પર પણ થશે સીધી અસર, બદલાઈ જશે 152 વર્ષ જૂની BRITISH પરંપરા


મોદી સરકાર ટુંકમાં જ નાણાકીય વર્ષમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.

વર્ષ 2020થી આખા દેશમાં નવું નાણાકીય વર્ષ લાગુ થઈ શકે છે. તેના માટે સરકાર ટૂંકમાં જ જાહેરાત કરે, તેવી શક્યતા છે.

જો સરકાર નાણાકીય વર્ષ બદલવાની જાહેરાત કરશે, તો 152 વર્ષથી ચાલી આવતી બ્રિટિશ સામ્રાજ્ય કાળની પરંપરાનો અંત આવી જશે.

આ પણ વાંચો : મોદીના જિગરી દોસ્તથી જાની દુશ્મન બનેલા તોગડિયાનો મોદી વિશે સૌથી મોટો ખુલાસો ! જાણવા માટે CLICK કરો

હાલમાં 1 એપ્રિલથી 31 માર્ચ સુધી નાણાકીય વર્ષ હોય છે. સરકારથી લઈ આરબીઆઈ અને તમામ નાણાકીય સંસ્થાઓ સહિત તમામ સરકારી સંસ્થાઓમાં આ જ કૅલેંડરનો ઉપયોગ કરવામાં આવે છે. બજેટ પણ આ જ નાણાકીય વર્ષને ધ્યાનમાં લઈ ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો : ‘BATH TUB’માં શ્રીદેવીના થયેલા મોત પર બની રહી છે ફિલ્મ, જાણો કોણ બનશે શ્રીદેવી ? જુઓ TEASER

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2020ની શરુઆત 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી થઈ શકે છે. આ અગાઉ મોદી સરકાર બજેટ રજૂ કરવાની તારીખ બદલી ચુકી છે કે જે વર્ષોની પરંપરા મુજબ 28 ફેબ્રુઆરીએ રજૂ થતુ હતું અને હવે 1 ફેબ્રુઆરીએ રજૂ થવા લાગ્યું છે.

આ પણ વાંચો : ચૂંટણી તૈયારીઓ છોડી ‘બૅંડ બાજા બારાત’ની તૈયારીમાં વ્યસ્ત થયો હાર્દિક, માંડવો બંધાયો, 26 જાન્યુઆરીએ ગણેશ પૂજન અને પીઠી : જુઓ VIDEO

સંસદની એક સમિતિએ ભલામણ કરી છે કે નાણાકીય વર્ષનો કાળ 1 એપ્રિલથી 31 માર્ચના સ્થાને 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનો રાખવામાં આવે. સમિતિએ સરકારને અંગ્રેજોના કાળથી ચાલી આવતી આ પરંપરા વહેલી તકે બદલી નાખવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો : શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?

નાણા મંત્રાલય સાથે જોડાયેલી વીરપ્પા મોઈની અધ્યક્ષતા હેઠળની આ સંસદીય સમિતિએ વર્ષ 2017માં ભલામણ કરી હતી કે 1867થી લાગુ થયેલી નાણાકીય વર્ષની પ્રથામાં ફેરફાર કરવામાં આવે.

[yop_poll id=745]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati