ભારતમાં રહેવા છતા ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો, મહેબુબા મુફ્તી પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેઃ નિતીન પટેલ
ભારતમાં રહેવા છતા, મહેબુબા મુફ્તીને ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો તેમણે તેમના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેવાની સલાહ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી છે. વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર કરતા નિતીન પટેલે, મહેબુબા મુફ્તી ઉપરાંત ભારતમાં રહીને ભારતીય કાયદાઓનો વિરોધ કરનારાઓને આડેહાથે લીધા હતા. જમ્મુ કાશ્મિરમાંથી બંધારણની કલમ 370 નાબુદ કરવા […]

ભારતમાં રહેવા છતા, મહેબુબા મુફ્તીને ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો તેમણે તેમના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેવાની સલાહ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી છે. વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર કરતા નિતીન પટેલે, મહેબુબા મુફ્તી ઉપરાંત ભારતમાં રહીને ભારતીય કાયદાઓનો વિરોધ કરનારાઓને આડેહાથે લીધા હતા.
જમ્મુ કાશ્મિરમાંથી બંધારણની કલમ 370 નાબુદ કરવા બાબતે તાજેતરમાં જ જમ્મુ કાશ્મિરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિએ વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મિરના ઝંડા વિના ભારતનો ત્રિરંગો નહી ફરકાવે. આ નિવેદન અંગે ગુજરાતના મુખ્યપ્રધાન નિતીન પટેલે ભારે નારાજગી દર્શાવી હતી. અને કહ્યું હતુ કે મહેબુબા મુફ્તી બેજવાબદારી ભર્યા નિવેદનો કરી રહ્યા છે. તેમને ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો કરાચી જતા રહે. કરજણના જનતા મહેબુબા અને તેમના પરિવારને વિમાનની ટિકીટ ખરીદવા માટે નાણા આપશે. જેમને સીએએ, 370મી કલમ નાબુદ કરવા સહીતના ભારતના કાયદાઓ મંજૂર ના હોય તેમણે ભારતમાં રહેવાના બદલે પાકિસ્તાનમાં જતા રહેવુ જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો