‘મન કી બાત’માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો કર્યો ઉલ્લેખ

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આજે ફરી ગુજરાતની સાથે એક સંદર્ભને જોડ્યો છે. ગુજરાતના કચ્છના ભૂકંપની વાત સાથે PM મોદીએ ઈસ્માઈલ ખત્રીની પરંપરાગત કળા વિશે વાત કરી છે. PM મોદીએ કહ્યું કે, ગુજરાતના કચ્છ વિસ્તારના અજરક ગામની વાત છે. વર્ષ 2001માં એક વિનાશકારી ભૂકંપ પછી લોકો ઘર છોડી રહ્યા હતા. ત્યારે ઈસ્માઈલ ખત્રી નામના […]

'મન કી બાત'માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો કર્યો ઉલ્લેખ
Follow Us:
| Updated on: Feb 23, 2020 | 8:35 AM

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આજે ફરી ગુજરાતની સાથે એક સંદર્ભને જોડ્યો છે. ગુજરાતના કચ્છના ભૂકંપની વાત સાથે PM મોદીએ ઈસ્માઈલ ખત્રીની પરંપરાગત કળા વિશે વાત કરી છે. PM મોદીએ કહ્યું કે, ગુજરાતના કચ્છ વિસ્તારના અજરક ગામની વાત છે. વર્ષ 2001માં એક વિનાશકારી ભૂકંપ પછી લોકો ઘર છોડી રહ્યા હતા. ત્યારે ઈસ્માઈલ ખત્રી નામના વ્યક્તિએ ગામમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. અને અજરક પ્રિન્ટ (છાપ)ની પરંપરાગત કળાને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ મહેનતનો રંગ લાગ્યો અને કુદરતી રંગોથી બનેલી આ અજરક કળાના સૌ કોઈ દિવાના બની ગયા હતા. અને આ કામમાં ગામના અન્ય લોકો પણ જોડાઈ ગયા હતા.

કોણ છે ઈસ્માઈલ ખત્રી

કચ્છનાં અજરખપુર ગામના ઈસ્માઈલ ખત્રીનાં પૂર્વજો મૂળ સિંધ પ્રદેશનાં છે. તેમની આ નવમી પેઢી કચ્છમાં વસવાટ કરી રહી છે. તેઓ અજરખબ્લોક પ્રિંન્ટના જાણકાર છે. ઈસ્માઈલ ખત્રી અજરખબાટિક હસ્તકલામાં કેમિકલનાં રંગો વપરાતા હોવાથી લોકોને કેન્સર જેવી સમસ્યા થાય છે. એ જાણ્યા પછી તેણે તેમના હયાત વડીલોની મદદથી તેમનાં પૂર્વજો 5 હજાર વર્ષ પહેલાં જે નેચરલ ડાઈ બનાવતા અને વાપરતા તેને ફરી જીવંત કરી છે. આજે તેમના આ ઉમદા કર્યાની સમગ્ર વિશ્વમાં નોંધ લાવાઈ છે. આ કાર્ય બદલ યુકેની ડી.મોન્ટફોર્ટ યુનિ.એ 2002માં ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા હતા. યુનેસ્કો દ્વારા સીલ ઓફ એક્સેલન્સ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">