26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંખી જોવા મળશે નહીં!

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંખી જોવા મળશે નહીં!

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ પછી હવે મહારાષ્ટ્રની પણ ઝાંખી જોવા મળશે નહીં. મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેન્દ્ર અવધે દાવો કર્યો કે, આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહારાષ્ટ્ર રાજ્યનું ટેબ્લોનો ગૃહ વિભાગે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

આ પણ  વાંચોઃ રાજસ્થાનના કોટામાં 104 નવજાત બાળકોની મોત, હોસ્પિટલમાં ગત વર્ષે કુલ 963 બાળકના મોત

આ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રની ઝાંખી હંમેશા દેશનું આકર્ષણ રહી છે. અને કોંગ્રેસના કાર્યકાળમાં આવો નિર્ણય થયો હોત તો, મહારાષ્ટ્ર ભાજપે રાજનૈતિક પ્રહારો શરૂ કરી દીધા હોત. મહત્વનું છે કે, પ્રજાસત્તાક દિવસે દિલ્હીના રાજપથ પર અનેક રાજ્ય અને સંસ્કૃતીની ઝાંખીઓ રજૂ થાય છે. જેમાં રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્રીય વિભાગો હોય છે.

 

આ વર્ષે પ્રજાસત્તાક દિવસમાં 22 ઝાંખી રજૂ થશે. જેમાં 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની હશે. તો 6 કેન્દ્રીય વિભાગો તરફથી રજૂ કરાશે. રક્ષા વિભાગ પાસે પરેડ માટે કુલ 56 ઝાંખીની અરજી આવી હતી.

Image result for પ્રજાસત્તાકની ઝાંખી

રાજ્ય, મંત્રાલયની તરફથી પ્રજાસત્તાક દિવસ પર પરેડમાં રજૂ થતી ઝાંખીને લઈ કેન્દ્ર પાસે 56 અરજી આવી હતી. જેમાંથી પશ્ચિમ બંગાળની સરકારની પણ અરજી હતી. પરંતુ સરકારે તેમની અરજી નામંજૂર કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati