કોણ છે ‘અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ના પ્રમુખ? જેઓ લોકસભાની ચૂંટણી લડશે અને પુરૂષોને અપાવશે ન્યાય!

  • Publish Date - 12:24 pm, Wed, 3 April 19 Edited By: Parth_Solanki
કોણ છે ‘અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ના પ્રમુખ? જેઓ લોકસભાની ચૂંટણી લડશે અને પુરૂષોને અપાવશે ન્યાય!

દશરથ દેવડા 2014માં લોકસભા અને 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે. પરંતુ બન્ને વખત તેમની હાર થઈ છે.

પુરષોના શોષણના વિરોધમાં અવાજ ઉઠાવતા અને ખાનગી સંગંઠન ચલાવતા ‘અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ના પ્રમુખ દશરથ દેવડાએ લોકસભા 2019ની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ ત્રીજી વખત દશરથ દેવડા પોતાનુ નસીબ અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો : વિવેક ઓબરોયે PM મોદીની બાયોપિક પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ પર કર્યો ક્ટાક્ષ, રાહુલ ગાંધીને આ ફિલ્મ જરૂરથી ગમશે કારણ કે તેઓ પણ દેશભક્ત છે

ચૂંટણી લડવાની જાહેરાત કરતાં દશરથ દેવડાએ વચન આપતા કહ્યું કે, જો તે સત્તા મા આવશે તો પત્નીઓથી પીડિત પતિઓ માટે લડશે. દેવડાએ મંગળવારે અમદાવાદ પૂર્વ લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવી છે.

દેવડાએ વધુમાં કહ્યું કે, હું એ પતિઓ માટે મોટી લડાઈ લડીશ, જેમની પત્ની કે સાસરી પક્ષના લોકોએ દહેજના નામે પુરુષોને પરેશાન કર્યા છે. આ પહેલા પણ તે 2014માં લોકસભા અને 2017માં વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. પરંતુ બન્ને વખત તેમની હાર થઈ છે.

દશરથ દેવડાએ વધુમાં કહ્યું કે, હું બીજા ઉમેદવારોની જેમ પ્રચાર માટે રુપિયા નથી વાપરતો. હું ઘરે-ઘરે જઈને લોકોની મુલાકાત કરુ છું અને વચન આપું છુ કે, હું પુરુષોના હક્કો માટે લડીશ, અને જો હુ સત્તામાં આવીશ તો એવા પતિઓ માટે અવાજ ઉઠાવીશ જેમની પત્નીઓ કલમ 498 (ઘરેલુ હિંસા)નો ઉપયોગ કરી પીડિત કરે છે.

દેવડાએ વધુમાં કહ્યું કે, 498 ની કલમને હટાવવા માટે પણ તે કામ કરશે, જેનો કેટલાક લોકો દ્વારા ખોટો ઉપયોગ કરવામાં આવે છે. સાથે પુરુષો માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવાની માંગણી પણ ઉચ્ચારી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati