મુખ્યમંત્રીએ પોતાના જ મંત્રીઓને આપી ધમકી!
લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કા પુરા થઈ ચૂક્યાં છે ત્યારે હવે અનેક નેતાઓના વિવાદીત નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. એક મુખ્યમંત્રીએ તો પોતાના જ મંત્રીઓને ધમકી આપીને કહ્યું કે ચૂંટણીમાં તેના વિસ્તારમાંથી પણ કોઈ ઉમેદવાર હાર્યા તો મંત્રીપદ ગુમાવવું પડશે. પંજાબના કોંગ્રેસના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના મંત્રીમંડળનો ઉધડો લીધો છે અને લોકસભાની ચૂંટણીને લઈને […]

લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કા પુરા થઈ ચૂક્યાં છે ત્યારે હવે અનેક નેતાઓના વિવાદીત નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. એક મુખ્યમંત્રીએ તો પોતાના જ મંત્રીઓને ધમકી આપીને કહ્યું કે ચૂંટણીમાં તેના વિસ્તારમાંથી પણ કોઈ ઉમેદવાર હાર્યા તો મંત્રીપદ ગુમાવવું પડશે.
પંજાબના કોંગ્રેસના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના મંત્રીમંડળનો ઉધડો લીધો છે અને લોકસભાની ચૂંટણીને લઈને તેમનો ક્લાસ લઈ લીધો છે. કેપ્ટને પોતાના જ મંડળમાં ધમકી આપીને ક્હ્યું કે જો કોઈપણ મંત્રીના વિસ્તારમાંથી ઉમેદવાર હાર્યો તો તેને પોતાના મંત્રીપદથી હાથ ધોવાનો વારો આવશે.
ગત લોકસભાની ચૂંટણીમાં અમરિંદર સિંહ વિજયી થયા હતા અને તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેઓ અમૃતસરની સીટ પરથી ચૂંટણી લડ્યાં હતા. તેમની સામે ભાજપના નેતા અરુણ જેટલીએ ટક્કર આપી હતી. હવે આ વખતે પણ પોતાનું પ્રદર્શન સારુ થાય તે માટે કેપ્ટને પોતાના જ મંત્રીઓને ખખડાવ્યા છે અને મંત્રીપદ છીનવી લેવાની ધમકી આપી છે.
આ પણ વાંચો: ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા
આમ લોકસભાની ચૂંટણી આવવાની સાથે જ નેતાઓ જમીન આસમાન એક કરી રહ્યાં છે અને પોતાના જ નેતાઓને પણ ધમકાવી રહ્યાં છે. પંજાબમાં કોંગ્રેસને જીતાડવા માટે આ નિવેદન શીર્ષનેતાએ આપ્યું તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Latest News Updates





