કરજણની બેઠક પર 1962 બાદ પહેલી વાર પેટાચૂંટણી, અત્યાર સુધીમાં માત્ર 2 વાર ભાજપે જીતી છે આ બેઠક

કરજણની બેઠક પર 1962 બાદ પહેલી વાર પેટાચૂંટણી, અત્યાર સુધીમાં માત્ર 2 વાર ભાજપે જીતી છે આ બેઠક

કરજણ બેઠક પરની પેટા ચૂંટણી માટે કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠક પર ભાજપના અક્ષય પટેલ અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે.  આ બેઠક પર પહેલીવાર પેટાચૂંટણી યોજાઈ રહી છે. 1962માં બેઠક બન્યા બાદ ક્યારેય પેટાચૂંટણી થઈ નથી. કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા બેઠક ખાલી પડી. 2017માં કોંગ્રેસના અક્ષય પટેલની સામે ભાજપના સતીષ પટેલે ચૂંટણી લડી હતી જેમાં અક્ષય પટેલની 3000થી વધુ મતોની જીત થઇ હતી. કરજણ બેઠક પર પાટીદાર મતદાર સૌથી વધુ છે અને 1972થી અત્યાર સુધી 9 વાર કોંગ્રસના ઉમેદવારો જીત્યા છે જ્યારે માત્ર 2 વાર જ ભાજપના ઉમેદવારને સફળતા મળી છે. 2007માં ભાજપમાંથી નરેશ કનોડીયા ધારાસભ્ય બન્યા હતા.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati