VIDEO: લખનઉમાં કમલેશ તિવારીની હત્યાનું ગુજરાત કનેકશન, હત્યા સાથે સંકળાયેલા આરોપીઓના CCTV આવ્યા સામે

ઉત્તરપ્રદેશના લખનઉમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા બાદ મામલો ગરમાયો છે. જો કે કમલેશ તીવારીની હત્યા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને હત્યાની તપાસ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. જો કે આ ટીમની તપાસ દરમિયાન હત્યાનું ગુજરાત કનેકશન સામે આવ્યું છે. હત્યાના તાર સુરત સાથે જોડાયા છે.  હત્યાસ્થળેથી પોલીસે […]

VIDEO: લખનઉમાં કમલેશ તિવારીની હત્યાનું ગુજરાત કનેકશન, હત્યા સાથે સંકળાયેલા આરોપીઓના CCTV આવ્યા સામે
Follow Us:
| Updated on: Oct 19, 2019 | 4:00 AM

ઉત્તરપ્રદેશના લખનઉમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા બાદ મામલો ગરમાયો છે. જો કે કમલેશ તીવારીની હત્યા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને હત્યાની તપાસ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. જો કે આ ટીમની તપાસ દરમિયાન હત્યાનું ગુજરાત કનેકશન સામે આવ્યું છે. હત્યાના તાર સુરત સાથે જોડાયા છે.

હત્યાસ્થળેથી પોલીસે એક મીઠાઈનું બોક્સ જપ્ત કર્યું હતુ. જેમાં હત્યારાઓ હથીયાર છુપાવીને લાવ્યા હતા. આ મીઠાઈના બોક્સ પર સુરતની ધરતી સ્વીટનું સરનામુ લખેલું હતુ. જેના આધારે પોલીસે તપાસનો રેલો સુરત સુધી લંબાવ્યો છે. સુરતની સ્વીટ્સ દુકાનના સીસીટીવીની તપાસમાં કેટલાક શંકાસ્પદ ઈસમો જોવા મળ્યા હતા. જેઓ મીઠાઈની ખરીદી કરતા સીસીટીવીમાં કેદ થયા. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ શંકાસ્પદ આરોપીઓના તાર લખનઉમાં થયેલી હત્યા સાથે જોડાયેલા છે. ત્યારે પોલીસે આ બંને ઈસમોની શોધખોળ હાથ ધરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ હત્યા કેસ મામલે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. હત્યારા મીઠાઈના ડબ્બામાં છુપાવીને ચાકુ અને તમંચા લઈને આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી મીઠાઈના જે ડબ્બા મળ્યા છે, તે ડબ્બા સુરતની ધરતી સ્વીટ્સ એન્ડ નમકીન નામની દુકાનના છે અને પોલીસને ડબ્બાની સાથે સાથે 16 ઓક્ટોબરે ખરીદીનું બિલ પણ મળી આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરતના ઉઘના વિસ્તારમાં આવેલી આ દુકાનમાંથી 16 ઓક્ટોબરે ઘારી ખરીદવામાં આવી હતી અને આ જ ડબ્બો હત્યાના સ્થળ પરથી મળી આવ્યો છે. ઉત્તરપ્રદેશ પોલીસે ઘટનાની કડીઓ મેળવવા માટે સુરત પોલીસનો સંપર્ક સાધ્યો છે. સુરત પોલીસે ધરતી સ્વીટ્સની દુકાનમાં પહોંચીને સીસીટીવી ચેક કર્યા છે. મહત્વનું છે કે, કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચાકુથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી.

કમલેશ તિવારીના શરીર પર ચાકુથી 15 વાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમના પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. પરિવારજનો ઘાયલ અવસ્થામાં કમલેશને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઈલાજ દરમિયાન તેમનું મોત થઈ ગયું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસની તપાસમાં કમલેશ તિવારીની હત્યામાં આતંકવાદી સંગઠન ISISનો હાથ હોવાનું બહાર આવ્યું છે. મહત્વનું છે કે, તાજેતરમાં ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા બે શંકાસ્પદ આતંકવાદીઓએ પણ કમલેશ તિવારીનું નામ આપ્યું હતું. ગુજરાત ATSએ વર્ષ 2017માં ઉબેદ મિર્ઝા અને કાસિમ નામના બે આતંકવાદીની ધરપકડ કરી હતી. બંને શંકાસ્પદને કમલેશ તિવારીનો વીડિયો બતાવીને તેની હત્યા કરવા માટે જણાવાયું હતું. આતંકવાદીઓએ ATSને આપેલી માહિતીના આધારે ATSએ એક રિપોર્ટ બનાવીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2015માં પૈગંબર સાહેબ પર ટિપ્પણી કરવાના કારણે કમલેશ તિવારી પર રાસુકા પણ લાગી ચૂક્યો છે. એક સમયે એક મુસ્લિમ સંગઠને તેમનું માથું કાપી નાખવાનો ફતવો પણ બહાર પાડ્યો હતો. બિજનોરના ઉલેમા અનવારૂલ હક્ક અને મુફ્તી નઈમ કાસમી પર કમલેશ તિવારીનું માથું વાઢી નાખવાનો ફતવો આપવાનો આરોપ લાગ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">