જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ સામેની ફરિયાદમાં પોલીસે વધુ 4 આરોપીના નામો જાહેર કર્યા, પોલીસે સમગ્ર કેસમાં ભૂમાફિયાઓ સામે કાયદાનો સકંજો વધુ કસ્યો

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ સામેની ફરિયાદમાં પોલીસે વધુ 4 આરોપીના નામો જાહેર કર્યા, પોલીસે સમગ્ર કેસમાં ભૂમાફિયાઓ સામે કાયદાનો સકંજો વધુ કસ્યો

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ સામેની ફરિયાદમાં પોલીસે વધુ 4 આરોપીઓના નામો જાહેર કર્યા છે જેમાં યશપાલ જાડેજા, જશપાલ જાડેજા, રમેશ અભંગી, સુનિલ ચાંગાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો જામનગરના જાણીતા વકીલ વસંત માનસતાનું પણ પોલીસે આરોપી તરીકે જાહેર કર્યું છે. આ સમગ્ર કેસમાં આરોપીઓનો કુલ આંકડો 14 પર પહોંચ્યો છે. પોલીસે સમગ્ર કેસમાં ભૂમાફિયાઓ સામે કાયદાનો સકંજો વધુ કસ્યો છે પોલીસે તમામ આરોપીઓને રાજકોટની ગુજસીટોક કોર્ટમાં રજૂ કર્યા જેમાં કોર્ટે 5 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ જ્યારે 3 આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે તમામ 14 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગઇકાલે 8 આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપી જામનગરની જેલમાં સજા કાપી રહ્યો છે તો મુખ્ય સુત્રધાર જયેશ પટેલ હાલ ફરાર છે.

READ  કોરોના સામે આયુર્વેદિક ઉપચાર બની રહ્યો છે કારગર, આયુર્વેદ યુનિવર્સિટીમાં બનાવાઈ દવા

જોકે બચાવપક્ષના વકીલ અર્જૂન પટેલે ગુજસીટોક કોર્ટમાં ધારદાર રજૂઆત કરી અને આરોપીઓનો બચાવ કરતા પોલીસે ખોટો કેસ કર્યો હોવાની દલીલ કરી. બચાવપક્ષના વકીલનું માનવું છે કે પોલીસ પાસે 20 દિવસના રિમાન્ડ માગવા માટેના યોગ્ય કારણો નહોતા અને માત્ર અન્ય આરોપીઓનું પગેરૂ શોધવા પોલીસ 20 દિવસના રિમાન્ડ ન માગી શકે જોકે કોર્ટે કરેલા નિર્ણયને તેઓએ શિરોમાન્ય ગણ્યો.

READ  સુરત: જેલમાં ઓનલાઇન અભ્યાસ, 63 કેદીઓ કરી રહ્યા છે ધોરણ-10 અને 12ની પરીક્ષાની તૈયારી

ઉલ્લેખનીય છે કે ભૂમાફિયાઓ સામે કાયદાનો સકંજો કસવા પોલીસે ગુજસીટોકનું હથિયાર ઉગામ્યું છે. આ નવા કાયદા હેઠળ જામનગરમાં સૌપ્રથમ વખત ગુનો નોંધાયો છે જેમાં ગેરકાયદે મંડળી બનાવી સુઆયોજિત ષડયંત્રને અંજામ આપતા તત્વોને નાથવા ગુજરાત કંટ્રોલ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ અમલમાં આવ્યું છે ત્યારે પોલીસે ઉગામેલા કાયદાના આ નવા હથિયારથી હવે ભૂમાફિયાઓની ખેર નથી.

READ  VIDEO: "વાયુ"નું સંકટઃ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સહિત સૌરાષ્ટ્રમાં વેરાવળ, જામનગરમાં છે ખાસ એલર્ટ

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments