મોટો ખુલાસો : પુલવામા કરતા મોટા આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું છે જૈશ એ મોહમ્મદ, લીલા કલરની ગાડી પણ તૈયાર

પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહમ્મદ (JEM) તેના કરતા પણ મોટા હુમલાની તૈયારીમાં છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે […]

મોટો ખુલાસો : પુલવામા કરતા મોટા આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું છે જૈશ એ મોહમ્મદ, લીલા કલરની ગાડી પણ તૈયાર
Follow Us:
| Updated on: Feb 21, 2019 | 6:27 AM

પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહમ્મદ (JEM) તેના કરતા પણ મોટા હુમલાની તૈયારીમાં છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગુપ્તચર એજન્સીઓને જે ઇનપુટ મળ્યા છે, તેના મુજબ આ હુમલા આગામી 2થી 3 દિવસની અંદર થઈ શકે છે કે જેના માટે ગાડી પણ તૈયાર કરી લેવાઈ છે. ઉત્તરી કાશ્મીરના ચૌકીબલ તથા તંગધારમાં IED બ્લાસ્ટ વડે આ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે જેઈએમ.

આ ઇનપુટ બાદ ખુફિયા એજન્સીઓએ તમામ સલામતી દળોને સાવધાન રહેવા માટે કહ્યું છે. ઇનપુટ મુજબ જૈશના આતંકીઓએ એક ગાડી તૈયાર કરી લીધી છે કે જેના વડે આઈઈડી બ્લાસ્ટ કરી ફરી એક વાર સલામતી દળોના કાફલાને નિશાન બનાવવાની તૈયારી થઈ રહી છે. આ હુમલા માટે એક લીલા રંગની સ્કૉર્પિયો ગાડી તૈયાર કરાઈ છે કે જેથી ફરી એક વાર પુલવામા જેવો આત્મઘાતી હુમલો કરી શકાય.

ઇંટેલિજન્સ એજન્સીઓએ જે મૅસેજ ડિકોડ કર્યો છે, તેના મુજબ પુલવામા આતંકી હુમલામાં 200 કિલો રમકડાં (વિસ્ફોટક)નો ઉપયોગ કરાયો હતો, પરંતુ હવે પછીના હુમલામાં 500 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરી શકાય છે.

આ સંદેશમાં કહેવાયું છે, ‘સેનાએ કાશ્મીરીઓને નિશાન બનાવવા બંધ કરી દેવુ જોઇએ. આ જંગ અમારા (જૈશ) અને સેના વચ્ચે છે, અમે લડવા માટે તૈયાર છીએ.’ ઇનપુટથી એ પણ જાણવા મળે છે કે કેટલાક સ્થાનિક કાશ્મીરીઓને આતંકી બનાવવા માટે તૈયાર કરાઈ રહ્યા છે. જણાવાયું છે કે સરહદ પાર 5-6 આતંકી ઘુસણખોરી માટે ગુરેજ સેક્ટર પાસે બેઠેલા છે કે જેઓ આદેશ મળતા જ હિન્દુસ્તાનમાં દાખલ થઈ જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">