ઈસરોએ ઉપગ્રહ રીસેટ- 2BR1 કર્યો લોંચ, દેશની સુરક્ષામાં થશે વધારો

ઈસરોએ ઉપગ્રહ રીસેટ- 2BR1 કર્યો લોંચ, દેશની સુરક્ષામાં થશે વધારો

ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ ફરી એકવાર અવકાશમાં ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ 5 દેશોના 10 સેટેલાઈટને લોન્ચ કર્યા. ઈસરોએ ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ લોન્ચિંગ PSLV-C48 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું છે.. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે અને તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે.

આ પણ વાંચો :   હાર બાદ મહારાષ્ટ્ર ભાજપમાં થશે બળવો? પંકજા મુંડે કાલે કરશે શક્તિ-પ્રદર્શન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિસેટ- 2BR1 પાંચ વર્ષ સુધી કામ કરશે. આ સેટેલાઈટની મદદથી રડાર ઈમેજિંગ ઘણી સારી થઈ જશે. તેમાં 0.35 મીટર રિઝોલ્યુશનનો કેમેરો છે એટલે કે તે 35 સેન્ટિમીટર દૂર આવેલા બે જુદા-જુદા ઓબ્જેક્ટની સ્પષ્ટ રીતે ઓળખ કરી શકશે. તે LOC વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને ઘૂસણખોરી ઉપર પણ નજર રાખશે.  તેનાથી ત્રણ સેનાઓ અને સુરક્ષાબળને મદદ મળશે. તેનું વજન 628 કિલોગ્રામ છે. આ સેટેલાઈટ લોન્ચિંગની 17મી મિનિટમાં જ જમીનથી 578 કિલોમીટક દૂર પૃથ્વી પર કક્ષામાં સ્થાપિત થઈ ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈસરો રિસેટ સીરિઝના આગામી ઉપગ્રહ રિસેટ- 2BR2નું લોન્ચિંગ પણ આ મહિને જ કરવામાં આવશે. ત્યારપછી વધુ એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. જોકે તેની તારીખ હજુ નક્કી નથી થઈ. સુરક્ષા એજન્સીઓને એક જ દિવસે કોઈ એક જ જગ્યાએ સતત નજર રાખવા માટે અંતરિક્ષમાં ઓછામાં ઓછા ચાર રિસેટની જરૂર છે. કોઈ એન્કાઉન્ટર અથવા ઘૂસણખોરી સમયે આ ચારેય સેટેલાઈટ ખૂબ ઉપયોગી સાબિત થશે.  6 માર્ચ સુધી ઈસરોના 13 મિશન સતત લાઈનમાં છે. તેમાંથી 6 મોટા વ્હિકલ મિશન છે, જ્યારે 7 સેટેલાઈટ મિશન છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati