CCIએ પોતાના પ્રાથમિક તપાસમાં તારણ મેળવ્યું કે ગૂગલે પોતાની દબદબાવાળી સ્થિતિનો ખોટો ઉપયોગ કર્યો છે. એક વિશ્વનસીય સુત્રના અનુસાર આ તપાસ એક વર્ષ સુધી ચાલશે અને આ તપાસમાં ગૂગલના ટોચના અધિકારીઓને સમન્સ પણ મોકલવામાં આવશે. જોકે CCI દ્વારા આ મામલે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રોયટર્સ એજન્સીને જાણ થઈ છે આ ફરિયાદ પાછળ એક કરતાં વધારે લોકો છે પણ કોણે આ ફરિયાદ કરી છે તેના વિશે કશું જાણી શકાયું નથી.
યુરોપિયન યુનિયનના કેસમાં રેગ્યુલેટર્સ દ્વારા જાણકારી મળી કે ઉત્પાદકોને ગૂગલે પોતાનો પ્લે સ્ટોર એપ અને ક્રોમ બ્રાઉજર પ્રી-ઈંસ્ટોલ કરવા માટે મજૂબૂર કર્યા હતા. જેના લીધે ગૂગલે પોતાના એકાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ઉત્પાદકો પર દબાણ બનાવ્યું છે. આ બાબતને લઈને આગળના સમયમાં તપાસ થઈ શકે તેવા અહેવાલ એજન્સી રોયટર્સના માધ્યમથી મળ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]