પાકિસ્તાનના F-16 લડાકૂ વિમાનને જોતા જ અભિનંદન બોલ્યા, ‘આ મારો શિકાર છે’, હવામાં માત્ર 86 સેકંડ્સની દિલધડક લડાઈમાં પૂરો કર્યો F-16નો ખેલ

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાન 27 ફેબ્રુઆરીએ સવારે પોતાના મિગ-21 ફાઇટર જેટમાં 15 હજાર ફુટની ઊંચાઈએ હતાં કે જ્યારે તેમણે પાકિસ્તાની ઍરફોર્સનું એફ-16 વિમાન જોયું. TV9 Gujarati   Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી […]

પાકિસ્તાનના F-16 લડાકૂ વિમાનને જોતા જ અભિનંદન બોલ્યા, ‘આ મારો શિકાર છે’, હવામાં માત્ર 86 સેકંડ્સની દિલધડક લડાઈમાં પૂરો કર્યો F-16નો ખેલ
Follow Us:
| Updated on: Mar 02, 2019 | 9:18 AM

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાન 27 ફેબ્રુઆરીએ સવારે પોતાના મિગ-21 ફાઇટર જેટમાં 15 હજાર ફુટની ઊંચાઈએ હતાં કે જ્યારે તેમણે પાકિસ્તાની ઍરફોર્સનું એફ-16 વિમાન જોયું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાની પ્લેન એફ-16 તે સમયે 8 હજાર ફુટની ઊંચાઈએ નૌશેરા સેક્ટરમાં દાખલ થઈ ચુક્યુ હતું. એફ-16ને જોતા જ અભિનંદને કહ્યું, ‘આને હું ખદેડુ છું, આ મારો શિકાર છે.’ અભિનંદને આ મૅસેજ ભારતીય આકાશનું ઑબ્ઝર્વેશન કરી રહેલા પોતાના સાથીઓને સિક્યોર રેડિયો વડે મોકલ્યો. આ સાથે જ 86 સેકંડ્સનો તે અત્યંત નજીકનો મુકાબલો શરુ થયો કે જેને ડૉગ ફાઇટ નામે ઓળખવામાં આવે છે.

એફ-16નો પીછો કરવાની મિગ 21ની રફ્તાર તે સમયે હવામાં 4 સેકંડમાં 1 કિલોમીટર અને એક કલાકમાં 900 કિલોમીટર હતી. આગળ-પાછળ ચાલવાનો આ ખેલ 26 હજાર ફુટની ઊંચાઈને સ્પર્શી ગયો. ઊપર-નીચે જતા બંને પાયલૉટો એક-બીજાની આંખોમાં આંખો નાખી લડી રહ્યા હતાં. અંતે અભિનંદને એક મિસાઇલ છોડી પાકિસ્તાનના એફ-16ને નષ્ટ કરી દીધું. આ મિસાઇલ આર-37 હતી. 60 ડિગ્રીના મારક એંગલથી આ અથડામણનો ફાયદો ઉઠાવી બીજા પાકિસ્તાની પ્લેને અભિનંદનના મિગ 21 પર ફાયર કર્યું. અભિનંદનના બીજા સાથી આ દરમિયાન સુખોઈ-30 એમઆઈકી અને મિરાજ-2000 વડે પાકિસ્તાનના એફ-16ને ખદેડી રહ્યા હતાં. અભિનંદને અહેસાસ થઈ ગયો કે તેમનું વિમાન નહીં બચે. તેઓ પૅરાશૂટના સહારે સ્ફૂર્તિ સાથે ઉતર્યા. હવાનું વહેણ અભિનંદનને લગભગ 7 કિલોમીટર પાકિસ્તાની સરહદની અંદર લઈ ગયું. ત્યાર બાદ શું થયું, તે આખી દુનિયા જાણે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">