GPSC પરીક્ષાની તૈયારી કરતી પત્નિના રહસ્યમય મોત બાદ તળાવમાં ઝંપલાવી પતિનો પણ આપઘાત
રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી શીતલ ચનિયારા નામની પરીણિતાનું રહસ્યમય સંજોગોમાં મોત થયાં બાદ તેવી પત્નિના વિયોગમાં પતિ મહેશ ચનિયારાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે
રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive examination) ની તૈયારી કરતી શીતલ ચનિયારા નામની પરીણિતાનું રહસ્યમય સંજોગોમાં મોત (Mysterious death) થયાં બાદ તેવી પત્નિના વિયોગમાં પતિ મહેશ ચનિયારાએ આત્મહત્યા (suicide) કરી હોવાનું સામે આવ્યું છે.મહેશ ચનિયારા શુક્રવારે પત્નીના મૃત્યુ બાદની ધાર્મિક વિઘી પૂર્ણ કરીને શનિવારથી ગુમ હતો ત્યારે આજે શહેરના લાલપરી તળાવમાંથી તેની લાશ મળતા પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ. કાતરિયાએ કહ્યું હતું કે મહેશ શુક્રવારે તેની પત્નિ શિતલની ધાર્મિક વિધી પૂર્ણ કરીને નીકળી ઘરેથી નીકળી ગયો હતો.રાત સુઘી ઘરે ન આવતા પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.મહેશ ઘરેથી નીકળ્યો હતો ત્યારે પોતાનું પાકીટ,મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ ઘરે જ મૂકીને ગયો હતો.પોલીસ જ્યારે મહેશની શોધખોળ કરી રહી હતી ત્યારે મહેશના પિતાએ મહેશની આ ચીજવસ્તુઓ પોલીસને પણ આપી હતી.પોલીસે તેના મિત્રો,આસપાસના સીસીટીવી સહિતની તપાસ કરી હતી જો કે મહેશનો કોઇ જ પત્તો લાગ્યો ન હતો.આજે લાલપરી તળાવમાં એક વ્યક્તિ ડુબ્યો હોવાની પોલીસને જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી અને આ લાશ મહેશની હોવાનું સામે આવ્યું છે.
પત્નિના વિયોગમાં મહેશે કરી આત્મહત્યા
થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.કાતરિયાના કહેવા પ્રમાણે પત્નિ શિતલનું મોત થયાં બાદ મહેશને લાગી આવ્યું હતુ અને તેના વિયોગમાં તે દુ:ખી હતો.જેથી પત્નિની ધાર્મિક વિધી પુરી થતાની સાથે જ તે ઘર છોડીને જતો રહ્યો હતો.મહેશના પરિવારજનોએ પણ મહેશે તેની પત્નિ શિતલના વિયોગમાં આત્મહત્યા કરી હોવાનું નિવેદન આપ્યું છે.જેના આધારે પોલીસે આ મુદ્દે જ આગળની તપાસ શરૂ કરી છે.
મહેશની પત્નીનું શંકાસ્પદ હાલતમાં થયું હતું મોત
મહેશની પત્નિ શિતલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી હતી.ગત ૧૩ જાન્યુઆરીના રોજ શિતલ દુધસાગર રોડ પરથી દૈનિક ક્રમ પ્રમાણે લાયબ્રેરીમાં વાંચન માટે ઘરેથી નીકળી હતી જો કે ત્યારબાદ તે ઘરે પરત આવી ન હતી.બાદમાં શિતલ રિક્ષા મારફતે શાપર તરફ ગઇ હતી અને કિસાન ગેઇટ નજીક શિતલ બેભાન હાલતમાં મળી હતી.શિતલને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.શિતલના મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એસિડ પીવાથી તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જો કે આ અંગે શાપર પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Surat: કોવિડ પોર્ટલ પર ડેટા નહીં મુકતી સેન્ટ્રલ ઝોનની 40 બેંકને પાલિકાની નોટિસ
આ પણ વાંચોઃ પાટણની HNGUમાં MBBS કૌભાંડ કેસમાં તત્કાલિન કુલપતિ જે.જે.વોરાને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવાયા