AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મીઠા પર કરના લીધે ગાંધીજીએ દાંડી સુધી આંદોલન કરેલું, હવે એજ જગ્યા પર લોકોએ ફરીથી આંદોલન કરવાની આપી ચીમકી!

ઐતિહાસિક દાંડી સ્થળની દાયકાઓ બાદ કાયાપલટ કરવામાં આવી છે અને લોકો માટે નવલુ નજરાણું બન્યું છે.  દાંડી ખાતે મીઠા પર લાગેલા કરના વિરોધમાં ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ કરનો વિરોધ કર્યો હતો એ જ દાંડીના સોલ્ટ મેમોરિયલના પ્રવેશ ફી વસુલતા લોકોમાં વિરોધની લાગણી શરૂ થઈ છે.  સાબરમતીથી દાંડી સુધી 80 અનુયાયીઓ સાથે દાંડી માર્ચ કરી મીઠાના […]

મીઠા પર કરના લીધે ગાંધીજીએ દાંડી સુધી આંદોલન કરેલું,  હવે એજ જગ્યા પર લોકોએ ફરીથી આંદોલન કરવાની આપી ચીમકી!
Follow Us:
Nilesh Gamit
| Edited By: | Updated on: Mar 04, 2019 | 5:10 PM

ઐતિહાસિક દાંડી સ્થળની દાયકાઓ બાદ કાયાપલટ કરવામાં આવી છે અને લોકો માટે નવલુ નજરાણું બન્યું છે.  દાંડી ખાતે મીઠા પર લાગેલા કરના વિરોધમાં ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ કરનો વિરોધ કર્યો હતો એ જ દાંડીના સોલ્ટ મેમોરિયલના પ્રવેશ ફી વસુલતા લોકોમાં વિરોધની લાગણી શરૂ થઈ છે.

 સાબરમતીથી દાંડી સુધી 80 અનુયાયીઓ સાથે દાંડી માર્ચ કરી મીઠાના કાયદાનો ભંગ કર્યો એ આજે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયું છે ત્યારે ગાંધીજી અને નવસારીનું દાંડી એકબીજાના અવિભાજ્ય અંગ બની ગયા છે.  દાંડીની કાયાપલટ દ્વારા ગાંધીજી ઐતિહાસિક સ્થળની કાયાપલટ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયા માટે ખુલ્લું મૂકી દીધું છે.  ગુજરાત ટુરિઝમ દ્વારા સહેલાણીઓ પાસેથી કર લેવાનું શરૂ કરતાં લોકો માં અસંતોષ ની લાગણી જન્મી છે.

મેટ્રોમાં ઘૂસ્યા પૂરના પાણી, સ્ટેશન ડૂબ્યું, ન્યુયોર્કના બેહાલ , જુઓ Video
Richest City Of Gujarat : ગુજરાતના આ જિલ્લામાં રહે છે અબજોપતિઓ, જાણો નામ અને વિશેષતા
₹ 17,17,11,800 ની માલકિન 'કિંગ ખાન'ના છોકરાની ગર્લફ્રેન્ડ !
Arthritis ના દર્દીઓએ શું ન ખાવું જોઈએ?
મોટી ઉંમરે ઘોડે ચડયા આ દિગ્ગજો, સુંદરીઓ સાથે કર્યા લગ્ન, જુઓ Photos
શિલ્પા શેટ્ટીના પતિ રાજ રાજ કુન્દ્રાના પરિવાર વિશે જાણો

દાંડી ગામે ગાંધીજીના વિચારોને પ્રસ્તુત કરવાના ઉદેશ્ય સાથે સોલાર ટ્રીથી ગ્રીન એનર્જી પેદા કરવામાં આવી રહી છે અને ગાંધીજીના વિચાર મુજબ મીઠું પકવવા માટે બનાવેલ સોલાર સોલ્ટ પોટ હજુ એક જ મહિનામાં બંધ પણ થઈ ગયું છે.  પ્રોજેક્ટના નિભાવ ખર્ચના નામે નાના બાળકો માટે 10 અને અન્ય લોકો માટે 20 તથા NRI પ્રવાસીઓ માટે અધધ 100 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે.  દાંડી પ્રોજેક્ટમાં 70 લોકો રોજ કામ કરે છે અને 10 ટેન્કર પાણીની જરૂર પડતી હોય છે જેના કારણે ટીકીટ લેવી જરૂરી હોવાનું સંચાલકો માની રહ્યા છે.  અગાઉ મિટિંગમાં ટિકિટ ન લેવાની વાત કરવામાં આવી હતી અને હવે ટિકિટ લેવાની શરૂઆત થઈ છે જેને લઈને ગામના લોકોએ તો ખુલ્લે આમ વિરોધ શરૂ કર્યો છે.

સોલ્ટ મેમોરિયલ બન્યા બાદ ગુજરાત ટુરિઝમને કેન્દ્ર સરકારના CPWD દ્વારા હેન્ડઓવર કરવામાં આવ્યું છે.  કર નાબુદી માટે ગાંધીજીએ જ્યા આંદોલન કર્યું હતું એવા દાંડી મેમોરિયલમાં પ્રવેશ માટે ફી વસૂલતાં લોકોએ સરકાર સામે કર વસુલવા સામે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની પણ વિચારણા શરૂ કરી છે .

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">