AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરાશે : પૂર્ણેશ મોદી

રાજયના એવિએશન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરાશે : પૂર્ણેશ મોદી
Helicopter Service
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 9:51 PM
Share

ગુજરાતમાં(Gujarat)  હરવા ફરવાના સ્થળ તરીકે અમદાવાદ(Ahmedabad)  શહેર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં અમદાવાદના શહેરમાં અનેક હરવા ફરવાના સ્થળોની સાથે હવે એક નવું આકર્ષણ ઉમેરાવા જઇ રહ્યું છે.

અમદાવાદ શહેરમાં રાજય સરકારના પ્રવાસન વિભાગ અને સિવીલ એવિએશન વિભાગ સાથે મળીને અમદાવાદ દર્શન(Ahmedabad Darshan)  માટે હેલિકોપ્ટર સેવા(Helicopter Service)  શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે.

આ અંગે જણાવતા રાજયના એવિએશન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા માટે પણ કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના (Gujarat)નાગરિકોને સી-પ્લેનની(Sea Plane) સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) જણાવ્યુ છે કે સાબરમતી રીવરફ્રન્ટ , સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ, અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે.

આ માટે કેન્દ્ર સરકારને સહાય માટે રજુઆત કરાઈ છે. રાજ્યને બે સી-પ્લેન મળે એ માટે રાજ્યને આર્થિક સહાય મળી રહે એ માટે અપીલ કરાઈ છે. આગામી સમયમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતિ રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યુ કે ઉતર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપને સત્વરે શરૂ કરાય તે માટે જમીન સોપણી માટે પણ કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે. એ જ રીતે કૃષિ ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફળોની નિકાસ સુવિધાઓ પુરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના સ્થિતીને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

આ પણ વાંચો : Surat : છેલ્લા પાંચ વર્ષમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતમાં 39 વ્યક્તિઓના મોત

g clip-path="url(#clip0_868_265)">