બળજબરીથી ધર્મપરિવર્તન અને પૂજા સ્થળ કાનૂન મુદ્દે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
બળજબરી ધર્માંતરણના દેશભરમાં ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે આ અંગેની અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટમાં આજે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન અને પૂજા સ્થળ કાનૂન મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતમાં બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી, જ્યારે પૂજા સ્થળોના કાયદાને પણ પડકારવામાં આવ્યો છે. આ બન્ને કેસની ગયા વર્ષના અંતમાં સુનવાણી થઈ હતી. જે બાદ આ અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. બળજબરી ધર્માંતરણના દેશભરમાં ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે આ અંગેની અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે પૂજા સ્થળ પર કાનૂનને લઈને છેલ્લી સુનાવણી 14મી નવેમ્બરના રોજ યોજાઈ હતી.
બળજબરી ધર્માંતરણ મુદ્દે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
બળજબરી ધર્માંતરણના દેશભરમાં ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે આ અંગેની અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દો અત્યંત ગંભીર હોવાનું સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતુ અને અગાઉની સુનાવણી બાદ 9મી જાન્યુઆરીના રોજ ફરી સુનાવણીની તારીખ આપવામાં આવી હતી. અગાઉની સુનાવણમાં કોર્ટે કેન્દ્ર પાસે વિગતવાર એફિડેવિટની માંગ કરી હતી. જે એફિડેવીટમાં કેન્દ્રએ જવાબ આપ્યો હતો કે લોભ, લાલચ, છલ અને દબાણના કારણે ધર્મ પરિવર્તન તે ગંભીર મુદ્દો છે. કોર્ટના જૂના ચુકાદાને ટાંકીને કેન્દ્રએ દલીલ કરી હતી કે ધર્મનો ઉપદેશ આપવો એ વ્યક્તિનો અધિકાર છે પરંતુ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવું તે એક મોટો ગુનો છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતુ કે આ અંગે જરૂરી તમામ પગલા લેવામાં આવશે અને ગુનેગારો કડમાં કડક સજા પણ કરવામાં આવશે.
આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી આ મામલે વિગતો એકત્રિત કરવી જોઈએ અને વિગતવાર સોગંદનામું પણ દાખલ કરવું જોઈએ. જસ્ટિસ એમઆર શાહે કહ્યું હતું કે દરેક વ્યક્તિને ધર્મ પસંદ કરવાનો અધિકાર છે પરંતુ તે ધર્મ પરિવર્તન કરાવવાનો નહીં.
ગુજરાતમાં બળજબરી ધર્મ પરિવર્તન પર કડક કાયદો
ગુજરાત સરકારે બળજબરી ધર્માંતરણ ગંભીર મુદ્દા પર એફિડેવિટ દાખલ કરી છે. જેમાં બળજબરી ધર્માંતરણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે છેલ્લી સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ મામલે રાજ્યો પાસેથી માહિતી મળી રહી છે, ગુજરાતમાં તેની વિરુદ્ધ કડક કાયદો છે અને કેન્દ્ર એક અઠવાડિયામાં તમામ રાજ્યો પાસેથી માહિતી એકત્ર કરશે.
પૂજા સ્થળ પર કાનૂનને લઈને પણ આજે સુનાવણી
પૂજા સ્થળ પર કાનૂનને લઈને છેલ્લી સુનાવણી 14મી નવેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રિમ કોર્ટ પાસે સમય માંગ્યો હતો. તેમણે તે અંગે કહ્યું હતુ કે કેસના વિવિધ પાસાઓને પ્રકાશિત કરતી વિગતવાર સોગંદનામું કેન્દ્ર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવશે. અને કેન્દ્રના આગ્રહ પર 12 ડિસેમ્બર સુધી તેનો જવાબ આપતુ એફિડેવિટ ફાઈલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું હતુ કે તે અંગેના એફિડેવિટની કોપી પણ તમામ અરજદારને આપવામા આવે.ત્યારે આ મામલે આજરોજને 9મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.