Valsad : નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસની કાર્યવાહી, 900થી વધુ પીધેલા લોકોને પોલીસે ઝડપ્યા
પોલીસે થર્ટી ફર્સ્ટના દિવસે જિલ્લાની 35 આંતર રાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે 900 થી વધુ પીધેલા લોકોને ઝડપી પાડ્યાં હતા અને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
નવા વર્ષની ઉજવણીમાં નશાના શોખીનોને સબક શીખવાડવા વલસાડ પોલીસે કાર્યવાહી કરી. પોલીસે થર્ટી ફર્સ્ટના દિવસે જિલ્લાની 35 આંતર રાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે 900 થી વધુ પીધેલા લોકોને ઝડપી પાડ્યાં હતા અને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં લોકો પીધેલી હાલતમાં ઝડપાતા પોલીસ સ્ટેશનના લોકઅપ પણ હાઉસફૂલ થઇ ગયા હતા. જેથી પોલીસને મંડપ બંધવાની અને હોલ ભાડે રાખવાની ફરજ પડી હતી.
નશો કરનારા લોકો સામે પોલીસની લાલ આંખ
તો આ તરફ નવા વર્ષની ઉજવણી દરમિયાન નશો કરનારા લોકો સામે અમદાવાદ પોલીસે પણ લાલ આંખ કરી. સિંધુભવન રોડ અને એસ.જી.હાઇવે પર પોલીસે નશો કરનારા લોકોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સિંધુભવન રોડ પરથી નશો કરનારા નબીરાઓ ઝડાપાયા હતા. પોલીસે 75થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
તો સુરતમાં પ્રથમવારએન્ટી ડ્રગ્સ ટેસ્ટ કરવામા આવ્યુ. DCP સાગર બાગમારની ઉપસ્થિતિમાં વાય જંકશન પાસે કડક ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. એન્ટી ડ્રગ્સ ટેસ્ટ માટે ખાસ તૈયાર કરાયેલા ચેક પોઇન્ટ પર ડ્રગ્સ એનેલાઈઝર મશીન દ્વારા ચેકિંગ હાથ ધરાયુ.