CAનું ભણેલી ધ્વનિ શાહ લેશે દીક્ષા, મોડાસામાં નીકળી વર્સીદાન શોભાયાત્રા

 આંકડાની માયાજાળમાંથી મોહ મુકીને મોડાસાની સીએ થયેલી જૈન યુવતીએ દીક્ષા અંગીકાર કરવાનો કઠોર નિર્ણય કર્યો છે. મોડાસા શહેરના ઇતિહાસમાં પ્રથમ વાર 28 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી મુમુક્ષ ધ્વનિ શાહના દીક્ષા અંગીકાર નિમિત્તે વર્સીદાન શોભાયાત્રા નીકળી હતી.  સમાજમાં લોકો અનેક જાતના મોહ માયા અને વૈભવની રચતામાં જીવન વિતાવતા હોય છે અને ઉચ્ચ અભ્યાસ કરી ઉચ્ચ પદવી મેળવી […]

CAનું ભણેલી ધ્વનિ શાહ લેશે દીક્ષા, મોડાસામાં નીકળી વર્સીદાન શોભાયાત્રા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 06, 2019 | 4:21 PM

 આંકડાની માયાજાળમાંથી મોહ મુકીને મોડાસાની સીએ થયેલી જૈન યુવતીએ દીક્ષા અંગીકાર કરવાનો કઠોર નિર્ણય કર્યો છે. મોડાસા શહેરના ઇતિહાસમાં પ્રથમ વાર 28 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી મુમુક્ષ ધ્વનિ શાહના દીક્ષા અંગીકાર નિમિત્તે વર્સીદાન શોભાયાત્રા નીકળી હતી.

 સમાજમાં લોકો અનેક જાતના મોહ માયા અને વૈભવની રચતામાં જીવન વિતાવતા હોય છે અને ઉચ્ચ અભ્યાસ કરી ઉચ્ચ પદવી મેળવી નોકરી કરી સારી નામના મેળવવાનું પસંદ કરતાં હોય છે ત્યારે આવી જ યુવતી ધ્વનીએ ચાર્ટડ એકાઉન્ટ નો અભ્યાસ કરીને આખરે આંકડાઓની માયાજાળને અલવિદા કહેવાનો કઠોર નિર્ણય કરીને સંસારની મોહ માયા છોડી દઇને દીક્ષા અંગીકાર કરવાનુ નક્કી કર્યુ છે. મોડાસા શહેરના જૈન સમાજ ની ધ્વનિ શાહ નાનપણ થી જ અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરી ચાર્ટર એકાઉન્ટન્ટ બની જૈન સંપ્રદાયના મહારાજશ્રી સાથે હંમેશા સત્યના માર્ગની શીખ લેતા લેતા આ સંસાર નર્ક સમાન લાગવા લાગ્યો. તેમના જૈન ધર્મ ના રીતિ રિવાજ મુજબ સંયમનો માર્ગ  અપનાવવાનું નક્કી કર્યું અને આગામી 10 માર્ચના રોજ સુરત ખાતે દીક્ષા અંગીકાર કરનાર છે અને તે અગાઉની પ્રક્રિયા મુજબ આજે મોડાસા શહેરના ઇતિહાસ માં પ્રથમ વખત જૈન દેરાસરથી વાજતે-ગાજતે વર્સીદાન શોભાયાત્રા નીકળી હતી.
ધ્વનિ શાહ કહે છે જીવન એક નર્ક સમાન હોવાનુ હુ માનું છું અને ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો દીક્ષા અંગીકાર કરીને ધાર્મીક રીતે સમાજની સાચા અર્થમાં સેવા કરી શકાય છે અને એ માટે કંઇક ત્યજવુ પડે અને એ માટે મે આ નિર્ણય કર્યો છે, આ નિર્ણય લેવા માટે મારા માતા પિતાનો પણ ખુબ આભાર માનુ છું.

TV9 Gujarati

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
દરેક માં બાપ ની એવી ઈચ્છા હોય કે પોતાનો દીકરી કે દિકરાને સારી રીતે ઉછેર કરી ઉચ્ચ અભ્યાસ કરાવી ને સારું જીવન જીવી શકે તે માટે નોકરી કે વ્યવસાય તરફ લઈ જવાની ખેવના રાખતા હોય છે તે મુજબ દીક્ષા અંગીકાર કરનાર 28 વર્ષીય ધ્વનિ શાહ ને તેના પિતા સમીર ભાઈએ સારો અભ્યાસ કરી ચાર્ટર એકાઉન્ટન્ટ બનાવી પરંતુ દીકરી ધ્વનિ એ જ્યારે આ સંસાર નો ત્યાગ કરી અને સમાજના ઉદ્ધાર માટે દીક્ષા લેવા માટે અને સંપ્રદાયના નિયમ પ્રમાણે પિતા પાસે પરવાનગી માગી ત્યારે ધ્વનિ ના પિતા એ પણ પોતાની વ્હાલસોયી દીકરીને દીક્ષા અંગીકાર કરવા પરવાનગી આપી હતી.
 
ધ્વનિના પિતા સમીરભાઈ કહે છે  અમે જૈન ધર્મી છીએ અને અમે મહારાજ સાહેબ સાથે હોઇએ ત્યારે અમને એને ખુશી ખુબ મળતી હતી અને એને જ્યારે આ ઇચ્છા હતી એ પ્રગટ કરી એટલે અમને પણ ખૂબ ખુશી છે અને એટલે જ અમે એને સહમતી આપી છે. જ્યારે ધ્વનિની માતા સુશીલાબેન કહે છે  દરેક દીકરી મોટી થાય ત્યારે એને આપણાથી છૂટી તો કરવી જ પડે છે પણ જ્યારે દીકરી ધર્મના માર્ગે જતી હોય ત્યારે અમને એની પણ ખુશી જ હોય.
ધ્વનિ ની માતા એ પણ જણાવ્યું હતું કે દીકરી ના લગ્ન કરાવી દરેક માતા પિતા સાસરે મોકલતા જ હોય છે ત્યારે મારી દીકરી એ સંયમ નો માર્ગ અપનાવવા નું પસંદ કર્યું છે તો તેની ખુશી માં જ અમારી ખુશી હોય અને મહારાજશ્રી સાથે હોય ત્યારે એ વધારે ખુશ હોય છે ત્યારે મેં પણ મારી દીકરી ને દીક્ષા અંગીકાર કરવા માટે પરવાનગી આપી છે.
[yop_poll id=1153]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">