ધનતેરસથી લઈ ભાઈ બીજ સુધીના દિવાળીના તહેવારોની તારીખ અને શુભ મુહૂર્ત

દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. જેમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને ભાઈ બીજનો સમાવેશ થાય છે. આ દિવસોમાં સૌથી ખાસ દિવાળીને માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે શુભ મુહૂર્ત કયા કયા છે. વાઘ બારસ વાઘ બારસના દિવસે મંદિરોમાં વિશેષે પૂજા વિધિ અને દર્શન થાય છે. આ વર્ષે આસો વદ બારસ […]

ધનતેરસથી લઈ ભાઈ બીજ સુધીના દિવાળીના તહેવારોની તારીખ અને શુભ મુહૂર્ત
Follow Us:
| Updated on: Nov 11, 2020 | 8:46 PM

દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. જેમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને ભાઈ બીજનો સમાવેશ થાય છે. આ દિવસોમાં સૌથી ખાસ દિવાળીને માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે શુભ મુહૂર્ત કયા કયા છે.

વાઘ બારસ વાઘ બારસના દિવસે મંદિરોમાં વિશેષે પૂજા વિધિ અને દર્શન થાય છે. આ વર્ષે આસો વદ બારસ એટલે કે વાઘ બારસ 12-11-2020ના ગુરુવારને દિવસે આવે છે.

ધનતેરસ આ દિવસે સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે ધનવંતરીનો જન્મ થયો હતો તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. ધનતેરસ શુક્રવાર, 13-11-2020ના દિવસે આવે છે. આ દિવસે ધન પૂજન, ધન્વંતરી પૂજન અને યમ દીપદાન કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પૂજન માટે શુભ મુહૂર્ત પ્રાતઃ 7 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી બપોરના 12.30 વાગ્યાથી બપોરના 1.40 વાગ્યા સુધી સાંજના 4.45 વાગ્યાથી સાંજના 5.55 મિનિટ સુધી

કાળી ચૌદશ આ દિવસે શક્તિ ઉપાસકો ખાસ પૂજા પાઠ કરતા હોય છે. આ વર્ષે શુક્રવારે ધનતેરસના દિવસે જ કાળી ચૌદશની તિથિ સંધ્યા સમયે શરું થઈ જતી હોવાથી આ દિવસે પૂજા કરવી. 13 નવેમ્બરે સાંજના 6 વાગ્યા બાદ હનુમાન પૂજા, મહાકાલી પૂજા, ભૈરવ પૂજા, શિવ પૂજા અને રાત્રિ સાધના માટે સમય ઉત્તમ છે.

આ પણ વાંચો: શાળા ખુલશે.. રાખજો ધ્યાન, જામનગરના શાળા સંચાલકોએ સરકારના નિર્ણયને આવકાર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિવાળી દિવાળી હિંદૂ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ઘરમાં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. આજ દિવસે વેપારીઓ લક્ષ્મી પૂજન સાથે સાથે ચોપડા પૂજન અને શારદા પૂજન પણ કરે છે. આ વર્ષે દિવાળી 14 નવેમ્બરના દિવસે આવે છે.

શુભ યોગ * સવારના 8.10થી સવારના 9.30 * બપોરના 12.25થી બપોરના 2.18 * બપોરના 2.19થી સાંજના 4.30 વાગ્યાસુધી * સાંજના 5.55થી રાત્રે 8.09 વાગ્યા સુધી * રાત્રે 9.10થી રાત્રે 1.40

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મંદિરોમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટના દર્શન 15 નવેમ્બરે જ આયોજીત કરવામાં આવશે. આ દિવસે સવારે 10.37 વાગ્યા સુધી અમાવસ્યા તિથિ છે. ત્યાર બાદ એકમ શરું થાય છે તેથી ગોવર્ધન પૂજા, અન્નકૂટ વગેરે 15 નવેમ્બરના દિવસે સવાર બાદ થશે.

બેસતું વર્ષ અને ભાઇબીજ વિક્રમ સંવત 2077ના નવા વર્ષનો પ્રારંભ તારીખ 16 નવેમ્બરે ગણાશે પરંતુ આ દિવસે જ બીજ એટલે કે ભાઈબીજીની તિથિ પણ છે. આ દિવસે બીજની તિથિ સૂર્યોદય બાદ સવારે 7.07 વાગ્યે શરું થશે. ભાઈ બીજની પૂજા સવારે 11:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી કરી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">