દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU

દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU

એક તરફ જેએનયુ હિંસા પર દેશમાં રાજકારણ રમાઇ રહ્યું છે. તેવામાં હવે અભિનેત્રી દિપિકા પાદુકોણ પણ જેએનયુના વિદ્યાર્થીઓની તરફેણમાં આવી છે. દિપીકા પાદુકોણે JNUની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી છાત્રસંઘની અધ્યક્ષ આઇશી ઘોષને દિપીકા મળી હતી. દિપીકાની સાથે કન્હૈયા કુમાર પણ હાજર હતો.

આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે ઝડપી 3 વિકેટ

લગભગ 10 મિનિટ સુધી જેએનયુ કેમ્પસમાં દિપીકા પાદુકોણ રહી હતી. આઇશી ઘોસ સહિતના વિદ્યાર્થી નેતાઓ સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દિપીકા પાદુકોણ કહી ચૂકી છે કે દેશમાં જ્યારે ખોટુ થાય ત્યારે તેનો વિરોધ થવો જરૂરી છે. અને જેએનયુના વિદ્યાર્થીઓ વિરોધ કરે છે તેનાથી તે ખુશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati