આ જગ્યાએ પ્રવાસે જવાના હોય તો જાણી લો આ સમાચાર, ફેબ્રુઆરી 2020 સુધી 14 ટ્રેનની સેવાઓ થઈ બંધ

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના રેલવે સ્ટેશન યાર્ડનું રી-મોડલિંગને લઈને રેલવેએ 14 ટ્રેનો રદ કરી દીધી. મુસાફરોને બંધ કરવામાં આવેલી ટ્રેનો ફરીથી શરૂ થવા માટે ફેબ્રુઆરી 2020 સુધી રાહ જોવી પડશે. તહેવારોને જોતા આ ટ્રેનોને બંધ થવાને કારણે લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી મુજબ આંશિક રીતે બંધ થયેલી કેટલીક ટ્રેનો હરિદ્વાર, નજીબાબાદ […]

આ જગ્યાએ પ્રવાસે જવાના હોય તો જાણી લો આ સમાચાર,  ફેબ્રુઆરી 2020 સુધી 14 ટ્રેનની સેવાઓ થઈ બંધ
Follow Us:
| Updated on: Oct 22, 2019 | 4:23 AM

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના રેલવે સ્ટેશન યાર્ડનું રી-મોડલિંગને લઈને રેલવેએ 14 ટ્રેનો રદ કરી દીધી. મુસાફરોને બંધ કરવામાં આવેલી ટ્રેનો ફરીથી શરૂ થવા માટે ફેબ્રુઆરી 2020 સુધી રાહ જોવી પડશે. તહેવારોને જોતા આ ટ્રેનોને બંધ થવાને કારણે લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મળતી માહિતી મુજબ આંશિક રીતે બંધ થયેલી કેટલીક ટ્રેનો હરિદ્વાર, નજીબાબાદ અને અલીગઢ સ્ટેશનથી દોડશે. દેહરાદૂન સ્ટેશનના રી-મોડલિંગ કાર્ય માટે આ ટ્રેનોની સેવાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બંધ કરેલી અને આંશિક રીતે બંધ ટ્રેનોના લિસ્ટ મુજબ દેહરાદૂન-અમૃતસર એક્સપ્રેસ (14631) ટ્રેન 10 નવેમ્બરથી 6 ફેબ્રુઆરી 2020 સુધી બંધ રહેશે. અમૃતસર-દેહરાદૂન એક્સપ્રેસ (14632) ટ્રેન 9 નવેમ્બરથી 6 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે, ઉજ્જૈન-દેહરાદૂન એક્સપ્રેસ (14309) ટ્રેન 13 નવેમ્બરથી 6 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. ત્યારે દેહરાદૂન-ઉજ્જૈન એક્સપ્રેસ (14310) ટ્રેન 12 નવેમ્બરથી 5 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. ઈન્દોર-દેહરાદૂન એક્સપ્રેસ (14317) 9 નવેમ્બરથી 9 ફેબ્રુઆરી સુધી અને દેહરાદૂન-ઈન્દોર એક્સપ્રેસ (14318) ટ્રેન 9 નવેમ્બરથી 8 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જમ્મૂતવી-હરિદ્વાર એક્સપ્રેસ (14606) ટ્રેન 10 નવેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધી અને હરિદ્વાર-જમ્મૂતવી એક્સપ્રેસ (14605) ટ્રેન 11 નવેમ્બરથી 3 ફેબ્રુઆરીની વચ્ચે બંધ રહેશે. બાંદ્રા-દહેરાદૂન એક્સપ્રેસ (19019) ટ્રેન 8 નવેમ્બરથી 6 ફેબ્રુઆરી સુધી અને દેહરાદૂન-બાંદ્રા એક્સપ્રેસ (19020) ટ્રેન 10 નવેમ્બરથી 8 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. સહારનપુર-દેહરાદૂન પેસેન્જર (54341) ટ્રેન 11 નવેમ્બરથી 8 ફેબ્રુઆરી સુધી અને દેહરાદૂન-સહરાનપુર પેસેન્જર (54342) ટ્રેન 11 નવેમ્બરથી 8 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. મદુરૈ-દેહરાદૂન ચંદીગઢ એક્સપ્રેસ (12687) ટ્રેન 6 નવેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધી અને દેહરાદૂન-ચંદીગઢ મદુરૈ એક્સપ્રેસ (12688) ટ્રેન 11 નવેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નવી દિલ્હી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસ (12017) ટ્રેન 10 નવેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી દેહરાદૂનથી હરિદ્વાર સુધી બંધ રહેશે. ત્યારે દેહરાદૂન-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ (12018) ટ્રેન 10 નવેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી આંશિક રીતે બંધ રહશે. આ ટ્રેન જુના દેહરાદૂન સુધી ચાલશે. શ્રીગંગા નગર-હરિદ્વારા ઈન્ટરસિટી એક્સપ્રેસ (14712) ટ્રેન 10 નવેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી અંબાલા કેન્ટ સુધી થોડો સમય બંધ રહેશે અને અંબાલા કેન્ટથી હરિદ્વાર પછી ટ્રેન રદ કરી દેવામાં આવી છે.

આ પ્રકારે અમૃતસર-હરિદ્વાર જનશતાબ્દી એક્સપ્રેસ (12054) 10 નવેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી સહારનપુર સુધી થોડો સમય માટે બંધ કરવામાં આવી છે અને સહારનપુરથી હરિદ્વારની વચ્ચે રદ કરી દેવામાં આવી છે. આ પ્રકારે હરિદ્વાર-અમૃતસર જનશતાબ્દી એક્સપ્રેસ (12053) 10 નવેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી જુના સહારાનપુરથી ચલાવવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">