સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો, ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો, ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધી રહ્યું છે. ઠંડીનું જોર વધતા જ 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે જેને પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી ગગડીને 33.9 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 20.2 ડિગ્રી નોંધાયું હતું. જેને પગલે શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડક તેમજ બપોરે સામાન્ય ગરમી લાગતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે. આગામી ચાર દિવસોમાં શહેરના લઘુત્તમ તાપમાનમાં ક્રમશ ઘટાડો થતાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati