Covid19 Report : કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના રીપોર્ટ ફરજિયાત નહી

Covid19 Report : રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેના મહત્વના નિર્દેશમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના ટેસ્ટ ફરજિયાત નથી.

Covid19 Report : કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના રીપોર્ટ ફરજિયાત નહી
FILE PHOTO
Nakulsinh Gohil

|

May 08, 2021 | 6:24 PM

Covid19 Report : રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેના મહત્વના નિર્દેશમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના ટેસ્ટ ફરજિયાત નથી. કોવિડ દર્દીઓની સારવારને સમર્પિત ખાનગી અને સરકારી આરોગ્ય સુવિધાઓમાં પ્રવેશ માટેની સુધારેલી રાષ્ટ્રીય નીતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોઈ પણ દર્દીને ઓક્સિજન અથવા આવશ્યક દવાઓ સહિતની કોઈપણ વસ્તુમાં સેવા નકારી શકાતી નથી, ભલે તે અન્ય કોઇ શહેરનો દર્દી હોય.

રાષ્ટ્રીય નીતિમાં કરાયો ફેરફાર હોસ્પિટલમાં દાખલ થવા માટે Covid19 Report ની અનિવાર્યતા દુર કરવાના નિર્ણય અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રાજ્યોને અગત્યના દિશા-નિર્દેશોમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ કેર સેન્ટરોને વિવિધ કેટેગરીમાં કોવિડ દર્દીઓના પ્રવેશ માટેની રાષ્ટ્રીય નીતિમાં સુધારો કર્યો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, “કરોનાના દર્દીઓને કેન્દ્રમાં રાખીએ લેવાયેલા આ પગલાંનો હેતુ કોવિડ-19થી પીડિત દર્દીઓને ઝડપી, અસરકારક અને સમગ્રલક્ષી સારવાર પૂરી પાડવાનો છે.”

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપાયેલા નિર્દેશમાં જણાવ્યું છે કે, “કોવિડ દર્દીઓનું સંચાલન કરતી ખાનગી હોસ્પિટલો સહિત, કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ હેઠળની હોસ્પિટલો ખાતરી કરશે કે કોવિડ-19 કેર સેન્ટરમાં પ્રવેશ માટે કોરોનાથી સંક્રમિત હોવાનો Covid19 Report ફરજિયાત રહેશે નહીં.”

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “શંકાસ્પદ કેસને કોવિડ કેર સેન્ટર (CCC) ના શંકાસ્પદ દર્દીઓના વોર્ડ, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (DCHC) અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ (DHC) માં જ્યાં પણ હોય ત્યાં દાખલ કરવામાં આવશે.” આ દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે કોઈ પણ દર્દીને ઓક્સિજન અથવા આવશ્યક દવાઓ સહિતની કોઈપણ વસ્તુમાં સેવા નકારી શકાતી નથી, ભલે તે અન્ય કોઇ શહેરનો દર્દી હોય.

જરૂરીયાત વાળા દર્દીને સારવાર મળે એ જ હેતુ હોસ્પિટલમાં દાખલ થવા માટે Covid19 Report ની અનિવાર્યતા દુર કરવાના નિર્ણય અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હોસ્પિટલમાં પ્રવેશ “જરૂરિયાતના આધારે” હોવો આવશ્યક છે. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે જે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી તેના કારણે બેડ ભરાયેલો નથી. આ સાથો હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ પણ સુધારેલી નીતિ હેઠળ થવું જોઈએ.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati