ડાયેટમાં થોડો સુધારો કરીને, વધારી શકો છો લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ

ડાયેટમાં થોડો સુધારો કરીને, વધારી શકો છો લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ

એક સ્વસ્થ શરીર ની નિશાની છે શરીરમાં પ્લેટલેટ્સની યોગ્ય માત્રામાં રહેવું અને તેનું યોગ્ય રીતે કામ કરવું. પરંતુ પ્લેટલેટ્સની કમીના કારણે તમારા શરીરને ઘણું નુકસાન સહન કરવું પડે છે. પોતાની ખાણીપીણીના માધ્યમથી તમે પ્લેટલેટ્સની સંખ્યામાં આસાનીથી વધારો કરી શકો છો.

પ્રોટીન, વિટામિન એ, સી, કે, ફોલેટ, ઝીંક, ફોલિક એસિડ, સેલેનિયમ વગેરે પોષક તત્વોથી ભરપૂર ખોરાક પ્લેટલેટ્સમાં વૃદ્ધિ કરવામાં કારગર સાબિત થશે.

પોતાની ડાયટમાં દહીં, આમળા, લસણ, ગ્રીન ટી, સાથે નારિયેળ પાણી, દાડમ, પપૈયું, સફરજન જેવા ફળોનું પણ સેવન કરો. સાથે જ પપૈયા ના પાંદડાનું રસ પીવાથી પણ ઘણો ફાયદો થશે.

રોજ એલોવેરાનું સેવન પણ તેના માટે ફાયદાકારક છે. 20 થી 25 ગ્રામની માત્રામાં દરરોજ એલોવેરાનો અંદરનો ભાગ ખાઓ અથવા તો તેનું જ્યુસ બનાવીને પીવો.

વ્હાઇટગ્રાસ એટલે કે જુવારનો ઉપયોગ પણ પ્લેટલેટ્સ વધારવામાં ખૂબ જ મદદગાર છે. રોજ સવારે ખાલી પેટે જુવારનો રસ કાઢીને પીવાથી ધીરે ધીરે પ્લેટલેટ્સની સંખ્યામાં વધારો થશે.

 

ગીલોય
ગિલોય પાનનો પ્રયોગ પણ એક રામબાણ ઈલાજ છે. ગિલોયને તુલસી સાથે મેળવીને બંનેને સારી રીતે પાણીમાં ઉકાળો. અને તેનો ઉકાળો તૈયાર કરો. આ ઉકાળાનો પ્રયોગ લાભદાયક રહેશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati