કચ્છ: અબડાસામાં ભાજપે રચ્યો ઈતિહાસ, ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
અબડાસામાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનહિસ જાડેજા 31 માં રાઉન્ડ બાદ 37 હજાર 928 મતે વિજય બન્યા છે. અબડાસા,લખપત અને નખત્રાણા તાલુકામાં ભાજપને જંગી લીડ મળી છે. અબડાસા બેઠક પર 10 ઉમેદવારો પૈકીના ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ શરૂઆતથી લીડ બનાવી રાખી હતી અને 37,928 મતે જીત મેળવી હતી. કોંગ્રેસના ડો.શાંતિલાલ સેંઘાણીને અપક્ષ ઉમેદવાર હનીફ […]
અબડાસામાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનહિસ જાડેજા 31 માં રાઉન્ડ બાદ 37 હજાર 928 મતે વિજય બન્યા છે. અબડાસા,લખપત અને નખત્રાણા તાલુકામાં ભાજપને જંગી લીડ મળી છે. અબડાસા બેઠક પર 10 ઉમેદવારો પૈકીના ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ શરૂઆતથી લીડ બનાવી રાખી હતી અને 37,928 મતે જીત મેળવી હતી. કોંગ્રેસના ડો.શાંતિલાલ સેંઘાણીને અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડેયારએ બરાબર ટક્કર આપી હતી અને કોંગ્રેસ કરતા એક સમયે વધારે મત મેળવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ પોતાની હાર સ્વિકારી અપક્ષ ઉમેદવારને કારણે કોંગ્રેસને ફટ્કો પડ્યો હોવાની વાત સ્વિકારી છે.
આ પણ વાંચો: બોટાદની ગઢડા બેઠક પર કેસરિયો લહેરાયો, ભાજપના નેતા ગોરધન ઝડફીયાએ જીતનો શ્રેય મતદારોને આપ્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો