કંઝાવાલા કેસમાં મોટી કાર્યવાહી, ઘટના સમયે ચેકપોસ્ટ પર તૈનાત 11 પોલીસકર્મી સસ્પેન્ડ

|

Jan 13, 2023 | 5:20 PM

કાંઝાવાલા ઘટના અને બેદરકારીના મામલે આજે 11 જેટલા પોલીસકર્મીઓને દોષિત ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસકર્મીઓ રોહિણીમાં ઘટના સમયે તૈનાત હતા.

કંઝાવાલા કેસમાં મોટી કાર્યવાહી, ઘટના સમયે ચેકપોસ્ટ પર તૈનાત 11 પોલીસકર્મી સસ્પેન્ડ
Kanjhawala Case

Follow us on

દિલ્હીના કંઝાવાલામાં અંજલીને 12 કિલોમીટર સુધી ખેંચી જવાના મામલામાં આરોપીઓ સામે કાર્યવાહી બાદ હવે 1 જાન્યુઆરીએ ફરજ પર રહેલા દિલ્હી પોલીસિના જવાનો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રોહિણીમાં 1 જાન્યુઆરીએ તૈનાત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી અને પીસીઆર વાનમાં તૈનાત તમામ 11 પોલીસકર્મીઓને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 11 પોલીસકર્મી સસ્પેન્ડ

કાંઝાવાલા ઘટના અને બેદરકારીના મામલે આજે 11 જેટલા પોલીસકર્મીઓને દોષિત ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસકર્મીઓ રોહિણીમાં ઘટના સમયે તૈનાત હતા. અહીં જ અંજલિનું દર્દનાક મોત થયું હતું. જે ઘટનાને લઈને દિલ્હી સહિત દેશભરમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો. જે બાદ મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયની સૂચના બાદ પોલીસ એક્શનમાં

ગુરુવારે, ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને પીસીઆર અને પિકેટમાં ફરજ પર તૈનાત તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને પીસીઆર, ચેકપોસ્ટના સુપરવાઇઝિંગ અધિકારીઓને તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ કારણ બતાવો નોટિસ આપવાનો આપવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્પેશિયલ કમિશનર શાલિની સિંહની આગેવાની હેઠળની તપાસ સમિતિએ અહેવાલ રજૂ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે પોલીસકર્મીઓ સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેવું જણાવામાં આવ્યું હતુ. પણ હવે ઘટનાની રાત્રે ફરજ પરના તમામ 11 પોલીસકર્મીઓની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ISROની સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો, હવે ગમે ત્યારે ધસી શકે છે જોશીમઠ !

11 પોલીસકર્મીઓ પર બેદરકારીનો આરોપ

ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો જેથી દોષિતોને સજા મળે. આ સાથે દિલ્હી પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે તપાસમાં કોઈ ઢીલાશ ન રહે અને તે સુનિશ્ચિત કરે. જે બાદ ગૃહ મંત્રાલયને એક પખવાડિયાનો અહેવાલ રજૂ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પણ પગલાં લેવા જોઈએ જેથી લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, ભયમુક્ત વાતાવરણમાં રહી શકે છે.

તમને જણાવી દઈએ કે નવા વર્ષ પહેલા દિવસની રાતે અંજલિની સ્કૂટીને કારે ટક્કર મારી હતી, ત્યારબાદ તે કારમાં ફસાઈ ગઈ હતી. આરોપી અંજલીને લગભગ 12 કિલોમીટર સુધી રસ્તા પર ખેંચતો રહ્યો, જેના કારણે તેનું મોત થયું છે. આ કેસમાં કારમાં સવાર પાંચ લોકોની સાથે તેમના ઘણા સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Next Article