ISROની સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો, હવે ગમે ત્યારે ધસી શકે છે જોશીમઠ !
ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) એ જોશીમઠની સેટેલાઇટ તસવીરો અને ભૂસ્ખલન અંગેનો પ્રાથમિક અહેવાલ પણ જાહેર કર્યો છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ સેટેલાઈટથી જોશીમઠની તસ્વીર સેર કરી છે, જેમાં તેનુ ખૂબ જ ડરામણું દ્રશ્ય સામે આવ્યું છે. ભૂસ્ખલન પર સેટેલાઇટ દ્વારા દર્શાવવામાં આવેલી પરિસ્થિતિ અનુસાર આખું શહેર ગમે ત્યારે તૂટી શકે છે. કાર્ટોસેટ-2એસની તસવીરો ઈસરોના સેટેલાઇટથી ભૂસ્ખલન પર લેવામાં આવી છે. ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) એ જોશીમઠની સેટેલાઇટ તસવીરો અને ભૂસ્ખલન અંગેનો પ્રાથમિક અહેવાલ પણ જાહેર કર્યો છે.
જોશીમઠની જમીન 12 દિવસમાં 5.4 સેમી ધસી
સેટેલાઈટ દ્વારા જાહેર કરાયેલ ઈમેજમાં જોશીમઠ માત્ર 12 દિવસમાં 5.4 સેમી ડૂબી ગયું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સેટેલાઇટ ઇમેજમાં દેખાતી લાલ પટ્ટીઓ રસ્તાઓ છે. અને વાદળી રંગની પૃષ્ઠભૂમિ જોશીમઠ શહેર હેઠળની ડ્રેનેજ સિસ્ટમ છે. ત્યારે આ તમામને મોટું નુકસાન થવાની સંભાવના છે. તસવીરોમાં જોશીમઠનો મધ્ય ભાગ એટલે કે શહેરનો મધ્ય ભાગ લાલ રંગમાં પ્રદશીત કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ભૂસ્ખલનથી આ ભાગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ ડિપ્રેશનનો ઉપરનો ભાગ જોશીમઠ ઓલી રોડ પર હાજર છે. જે ઓલી રોડ પણ ગમે ત્યારે તૂટી પડશે.
સંવેદનશીલ વિસ્તાર જાહેર કરાયો
હૈદરાબાદ સ્થિત NRSC એ ડૂબતા વિસ્તારોની સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે. તસવીરોમાં સેનાના હેલિપેડ અને નરસિંહ મંદિર સહિત સમગ્ર શહેરને સંવેદનશીલ વિસ્તાર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું. ઈસરોના પ્રારંભિક અહેવાલના આધારે, ઉત્તરાખંડ સરકાર ભયગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે અને આ વિસ્તારોના લોકોને પ્રાથમિકતાના આધારે સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે.
ISRO releases the Remote sensing images on #Joshimath subsidence:
1)Slow subsidence up to ~ -9 cm recorded between April and November 2022
2) The region subsided around ~ -5 cm within a span of a few days between 27 Dec – 8 Jan pic.twitter.com/is4BtB8Zoc
— All India Radio News (@airnewsalerts) January 13, 2023
જમીનમાં ધીમે ધીમે ઘટાડો
અહેવાલ મુજબ, એપ્રિલ અને નવેમ્બર 2022 ની વચ્ચે જમીનનો ઘટાડો ધીમો હતો, જે દરમિયાન જોશીમઠ 8.9 સેમી સુધી ડૂબી ગયો હતો. પરંતુ 27 ડિસેમ્બર, 2022 અને 8 જાન્યુઆરી, 2023 ની વચ્ચે, ભૂસ્ખલનની તીવ્રતા વધી અને આ 12 દિવસમાં શહેર 5.4 સેમી ડૂબી ગયું. જોકે વૈજ્ઞાનિકો હજુ પણ શહેરમાં ભૂસ્ખલન બાદ ઘરો અને રસ્તાઓમાં દેખાતી તિરાડોનો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ઈસરોના પ્રારંભિક અહેવાલના તારણો ચિંતાજનક છે.
આ પણ વાંચો: જોખમમાં છે જોશીમઠ, દર વર્ષે 2.5 ઇંચ જમીન ધસી રહી છે, રિમોટ સેન્સિંગ રિપોર્ટમાં થયો ખુલાસો
બચાવ કામગીરી ચાલુ
ઉત્તરાખંડ સરકાર જોશીમઠમાં બચાવ અભિયાન ચલાવી રહી છે અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોના લોકોને પહેલા સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. એનઆરએસસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલથી નવેમ્બર 2022 સુધી જમીન ખતમ થવાનો મામલો ધીમો હતો. જોશીમઠ આ સાત મહિનામાં 8.9 સેમી ડૂબી ગયું છે. પરંતુ 27 ડિસેમ્બર 2022 થી 8 જાન્યુઆરી 2023 સુધી એટલે કે 12 દિવસ સુધી, જમીન ધસી પડવાની તીવ્રતા વધીને 5.4 સે.મી. એટલે કે 12 દિવસ સુધી જોશીમઠને સૌથી વધુ તકલીફ પડી.