ભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ
ભરૂચમાં પ્રતિવર્ષ ભવ્યતાના કારણે ધ્યાન ખેંચતી મોઢેશ્વરી માતાની શોભાયાત્રા ચાલુ વર્ષે તેમાં નજરે પડેલી દેશ સાદગી અને દેશભક્તિના કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઢોલ- નગારાં અને ઘોડા – હાથી સાથે ભજન મંડળીઓના તાલે નીકળતી મોઢેશ્વરી માતાની પાટોત્સવની શોભાયાત્રા ભવ્યતા માટે જાણીતી છે પરંતુ બે દાયકાના ભવ્ય ઇતિહાસ બાદ ચાલુ સાલે શોભાયાત્રા અત્યંત સાદગીથી નીકળી હતી. […]
ભરૂચમાં પ્રતિવર્ષ ભવ્યતાના કારણે ધ્યાન ખેંચતી મોઢેશ્વરી માતાની શોભાયાત્રા ચાલુ વર્ષે તેમાં નજરે પડેલી દેશ સાદગી અને દેશભક્તિના કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ઢોલ- નગારાં અને ઘોડા – હાથી સાથે ભજન મંડળીઓના તાલે નીકળતી મોઢેશ્વરી માતાની પાટોત્સવની શોભાયાત્રા ભવ્યતા માટે જાણીતી છે પરંતુ બે દાયકાના ભવ્ય ઇતિહાસ બાદ ચાલુ સાલે શોભાયાત્રા અત્યંત સાદગીથી નીકળી હતી. પુલવામા હુમલામાં શહીદ જવાનોના માનમાં સમાજે સાદગીથી શોભાયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હતો. શોભાયાત્રામાં કોઈ વિશેષ આકાર્ષણ રાખવામાં આવ્યા ન હતા
શોભાયાત્રાની ભવ્યતા પાછળનો ખર્ચ ઘટાડી સમાજે રકમ શહીદોના પરિવારજનોને આર્થિક સહાય પેટે મળે તેવા પ્રયત્નો કર્યા હતા. સમાજના ૩૦૦૦થી વધુ લોકો ભભકાદાર વસ્ત્રો ના સ્થાને સાદગીભર્યા અને શ્વેત વસ્ત્રો ધારણ કરી શોભાયાત્રામાં હાથમાં તિરંગા અને કેન્ડલ લઈ જોડાયા હતા જેમણે ભજનકીર્તન સાથે દેશપ્રેમના નારા લગાવ્યા હતા. સમાજ દાન એકઠુ કરી શહીદોના પરિવારજનોને સહાય મોકલશે.
[yop_poll id=1581]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]