પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપાયેની 95મી જન્મજયંતી, જાણો અટલજી વિશે ખાસ વાત

ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન એવા ભાજપના ભીષ્મ અટલ બિહારી વાજપેયીની આજે 95મી જન્મજયંતી છે. તેઓ આજે આપણી વચ્ચે નથી. 16 ઑગસ્ટ 2018માં તેમનું નિધન થયું છે. પરંતુ તેમનું આખું જીવન કોઈ પ્રેરક કહાણીથી ઓછું નહોતું. Social harmony function organised in #Delhi on Atal Bihari Vajpayee's 95th birth anniversary.Rajnath Singh, Amit Shah among various senior BJP […]

પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપાયેની 95મી જન્મજયંતી, જાણો અટલજી વિશે ખાસ વાત
Follow Us:
| Updated on: Dec 25, 2019 | 3:21 AM

ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન એવા ભાજપના ભીષ્મ અટલ બિહારી વાજપેયીની આજે 95મી જન્મજયંતી છે. તેઓ આજે આપણી વચ્ચે નથી. 16 ઑગસ્ટ 2018માં તેમનું નિધન થયું છે. પરંતુ તેમનું આખું જીવન કોઈ પ્રેરક કહાણીથી ઓછું નહોતું.

વાજપેયીએ સંઘથી લઈ સરકાર સુધીની પોતાની કારકિર્દી દરમિયાન અનેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું અને જ્યાં પણ તેમણે જે પણ કાર્ય કર્યું, પોતાના પ્રેરક પદચિહ્નો મૂકતા ગયાં કે, આવનારી અનેક પેઢીઓને માર્ગદર્શન મળતું રહેશે.

આજે જ્યારે સમગ્ર દેશ તેમની જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે વાજપેયીએ પોતાના લાંબા અનુભવ પરથી જે કટાક્ષ ભર્યા વાક્યાંશો કહ્યા હતા. તેમાંથી કેટલાક એવા છે કે, જે ક્યારેય ભૂલી શકાય નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હકિકતમાં કવિ હૃદય અટલ બિહારી વાજપેયી એક મહાન વ્યક્તિ હતા અને તેઓ કોઈ પણ વાતને તેની ગંભીરતા જાળવીને બોલતા હતા. તેમણે વિવિધ મંચો પર અનેક એવી વાતો કહી હતી કે જે સૌને વિચારવા પર મજબૂર કરી દે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

(1) તમારા મિત્ર બદલી શકે છે, પાડોશી નહીં

અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે અનેક પ્રયત્નો કર્યા હતાં, કારણ કે તેઓ સારી રીતે સમજતા હતાં કે પાકિસ્તાન પાડોશી દેશ છે અને પાડોશીને બદલી શકાતા નથી, પણ તેની સાથે સંબંધ સુધારવાના પ્રયત્નો કરી શકાય છે.

(2) આપણું રાજકારણ એટલું દુઃખદ છે, જો હું સ્ટ્રૉંગ ન હોત, તો સુસાઇડ કરી ચુક્યો હોત

વાજપેયીએ આ વાક્ય દ્વારા ભારતીય રાજકારણના કટુ સત્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

(3) લોકશાહી એક એવી જગ્યા છે કે, જ્યાં બે મૂર્ખાઓ મળી એક પાવરફુલ માણસને હરાવી દે છે.

વાજપેયીએ ભારતીય લોકશાહીમાં થતા તડજોડના રાજકારણ પર કટાક્ષ કર્યો હતો કે, જેમાં સંખ્યાબળના આધારે એક અયોગ્ય વ્યક્તિ પણ સરળતાથી કોઈ પણ પદે પહોંચી શકે છે.

(4) હું હંમેશાથી જ વાયદાઓ લઈને ન આવ્યો, પણ ઇરાદા લઈને આવ્યો છું.

આ વાક્ય વાજપેયીએ વડાપ્રધાન પદે રહીને સમ્પૂર્ણપણે પુરવાર પણ કર્યું હતું. તેમણે પોતાની 24 પક્ષોના ગઠબંધનની સરકાર હોવા છતાં મજબૂત ઇરાદાઓ સાથે કામ કરી બતાવ્યું.

(5) સખત મહેનત ક્યારેય થાક નથી લાવતી, તે સંતોષ લાવે છે.

આ વાક્ય વાજપેયીએ પોતાના જીવનમાં આબેહૂબ ઉતાર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">