શું હવે ફિલ્મોમાં નહીં નજર આવે ‘બિગ-બી’? સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આપ્યા નિવૃતિના સંકેત
અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી બોલિવુડના ભાગ બનેલા છે. સદીના મહાનાયક બિગ બીએ 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષથી સતત કોઈ પણ પ્રકારના બ્રેક વગર કામ કરી રહ્યા છે. ત્યારે હવે તેમની વધતી ઉંમરની સાથે બિગ બીને મુશ્કેલીઓ પણ પડી રહી છે. હવે અમિતાભ બચ્ચન નિવૃત થવા […]
અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી બોલિવુડના ભાગ બનેલા છે. સદીના મહાનાયક બિગ બીએ 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષથી સતત કોઈ પણ પ્રકારના બ્રેક વગર કામ કરી રહ્યા છે. ત્યારે હવે તેમની વધતી ઉંમરની સાથે બિગ બીને મુશ્કેલીઓ પણ પડી રહી છે. હવે અમિતાભ બચ્ચન નિવૃત થવા માટે વિચારી રહ્યા છે. તે વાતનો ઉલ્લેખ અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હાલમાં અમિતાભ બચ્ચન ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનું શુટિંગ કરવા માટે મનાલી પહોંચ્યા છે. ત્યાં પહોંચવાના પોતાના અનુભવ વિશે અમિતાભે લખ્યું કે મને આ નાની સુંદર જગ્યા પર ગાડીથી પહોંચવામાં 12 કલાક લાગ્યા. આ જગ્યાના રોડ ખુબ સારા નથી.
રૂમ અને વાતાવરણ પણ અલગ છે. મારે હવે નિવૃત થવું પડશે, મારૂ મગજ બીજી જગ્યાએ છે અને આંગળીઓ કંઈક કરી રહી છે. આ એક મેસેજ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો