AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના અબજોપતિ જ્યોર્જ સોરસ, ભારતમાં પોતાના મનસુબા પાર પાડવા, પીએમ મોદીની છબી ખરડે છે : સ્મૃતિ ઈરાની

BJP નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ PM મોદી પર કરેલી ટિપ્પણીને લઈને અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્યોર્જ સોરોસે ભારતના લોકતંત્રમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે અને પીએમ મોદી તેમના નિશાના પર છે.

અમેરિકાના અબજોપતિ જ્યોર્જ સોરસ, ભારતમાં પોતાના મનસુબા પાર પાડવા, પીએમ મોદીની છબી ખરડે છે : સ્મૃતિ ઈરાની
smriti irani
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 1:11 PM
Share

બીજેપી નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ દ્વારા પીએમ મોદી પર કરેલી ટિપ્પણી પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યોર્જ સોરોસે ભારતના લોકતંત્રમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે અને પીએમ મોદી તેમના નિશાના પર છે. ભારતમાં તેમના મનસુબા પાર પાડવા માટે પીએમ મોદીની છબી ખરડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસ પર નિશાન સાધ્યું

સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યોર્જ સોરોસે એવી ટિપ્પણી કરી છે કે, તેઓ ભારતમાં તેમની વિદેશી સત્તા હેઠળ એવી વ્યવસ્થા બનાવશે, કે જે ભારતના હિતોની નહીં પરંતુ તેમના હિતોનું રક્ષણ કરશે. જ્યોર્જ સોરેસની આ ટિપ્પણીનો દરેક ભારતીયે વળતો યોગ્ય જવાબ આપવો જોઈએ. સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું કે, વિદેશી તાકાત કે જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ છે, તેઓએ ભારતના લોકતાંત્રિક માળખા પર હુમલો કરવાની વાત કરી છે. તેમણે એવી પણ વાત કરી છે કે, તેઓ પીએમ મોદીને તેમના હુમલાનો મુખ્ય કેન્દ્ર બનાવશે.

અમે અગાઉ પણ વિદેશી દળોને હરાવી ચૂક્યા છીએ – સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમારી સરકાર લોકો માટે છે. તેમણે કહ્યું કે અમે અગાઉ પણ વિદેશી તાકાતને હરાવી ચૂક્યા છીએ. દેશ વિરુદ્ધ કોઈપણ ષડયંત્રને સહન કરવામાં નહીં આવે.

‘જ્યોર્જ સોરોસ પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે’

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જ્યોર્જ સોરોસ તેમની નાપાક યોજનાઓને સફળ બનાવવા માટે, તેમની જરૂરિયાતોને અનુરૂપ ભારતમાં સરકાર ઈચ્છે છે. તેમના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે, તેમણે પીએમ મોદી જેવા નેતાઓને ખાસ નિશાન બનાવવા માટે એક અબજ ડોલરથી વધુના ભંડોળની જાહેરાત કરી છે.

g clip-path="url(#clip0_868_265)">