ભારતની AIR STRIKEની કમાન સંભાળી રહ્યા હતાં આ જાંબાઝ ઍર માર્શલ, 40 વર્ષ બાદ પૂરું થયું સપનું અને આત્મ-સંતોષ સાથે થયા નિવૃત્ત

ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પીઓકેમાં ઘુસી જે ઍર સ્ટ્રાઇક કરી, તેના પર નજર રાખવાની જવાબદારી હતી ઍર માર્શલ ચંદ્રશેખરન હરિ કુમાર પર. TV9 Gujarati   Web Stories View more લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી […]

ભારતની AIR STRIKEની કમાન સંભાળી રહ્યા હતાં આ જાંબાઝ ઍર માર્શલ, 40 વર્ષ બાદ પૂરું થયું સપનું અને આત્મ-સંતોષ સાથે થયા નિવૃત્ત
Follow Us:
| Updated on: Mar 03, 2019 | 9:40 AM

ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પીઓકેમાં ઘુસી જે ઍર સ્ટ્રાઇક કરી, તેના પર નજર રાખવાની જવાબદારી હતી ઍર માર્શલ ચંદ્રશેખરન હરિ કુમાર પર.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ત્રણેય સેનાઓના પ્રમુખો, એનએસએ અજિત ડોવાલ તો હરકતમાં હતા જ, પણ ભારતીય વાયુસેનાની પશ્ચિમી કમાનની જવાબદારી સંભાળતા ઍર માર્શલ ચંદ્રશેખરન હરિ કુમાર માટે 26 ફેબ્રુઆરીએ થયેલી ઍર સ્ટ્રાઇક પોતાના 40 વર્ષના કૅરિયરની ઇંતેજારીનો અંત સમાન બની રહી.

હવે પૂર્વ ઍર માર્શલ બની ગયેલા ચંદ્રશેખરન હરિ કુમાર ઍર સ્ટ્રાઇકના બે દિવસ બાદ જ એટલે કે ગત 28 ફેબ્રુઆરીએ રિટાયર્ડ થઈ ગયા છે, પરંતુ તેમને આ વાતનો સંતોષ છે કે રિટાયર થતા પહેલા તેમણે એક મોટી કાર્યવાહીને અંજામ આપ્યો.

સોશિયલ મીડિયા પર હરિ કુમાર વિરુદ્ધ એક ઝુંબેશ ચાલી રહી હતી કે જે પાકિસ્તાન પ્રાયોજિત હતી કે જેમાં કહેવાયુ હતું કે ભારતીય વાયુસેનાએ તેમને બરખાસ્ત કરી દીધા છે, જ્યારે હરિ કુમાર 39 વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે નિવૃત્ત થયા છે. તેમનું સ્થાન હવે ઍર માર્શલ રઘુનાથ નાંબિયારે લીધું છે.

પોતાની સેવાના છેલ્લા દિવસોમાં હરિ કુમારે તે કામ કર્યું કે જેના માટે તેમને વાયુસેનામાં છેલ્લા 40 વર્ષોથી તાલીમ મળી હતી. તેમણે દુશ્મનને મારવા માટે હવાઈ શક્તિનો ઉપયોગ કર્યો. તેઓ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન થયેલા ઑપરેશનનો ભાગ હતાં, પરંતુ ત્યારે તેમણે હવાઈ હુમલાઓમાં ભાગ નહોતો લીધો.

પૂર્વ ઍર માર્શલે કહ્યું, ‘આ મારા માટે અવસર હતો અને અમારી પાસે ક્ષમતા હતી. હું ઘરે જવા માટે સંપૂર્ણપણએ તૈયાર હતો. તે જ વખતે વાયુસેના તરફથી મને આદેશ મળ્યો અને હું તાત્કાલિક ઑપરેશન મોડમાં પરત આવી ગયો. અમે હંમેશા તૈયાર રહીએ છીએ.’ પીઓકેમાં થયેલી ઍર સ્ટ્રાઇકની હરિ કુમારે નિગરાની કરી અને બીજા દિવસે પાકિસ્તાની ઍરફોર્સ દ્વારા કરાયેલા જવાબી હુમલામાં ભારતના એક્શનનું તેમણે સંકલન કર્યું.

હરિ કુમારે પોતાના ચાર દાયકાના કૅરિયરમાં મિગ 21 લડાકૂ સ્ક્વૉડ્રનનું નેતૃત્વ કર્યું છે. વિંગ કમાંડર અભિનંદન પણ મિગ 21માં જ સવાર હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">