VIDEO: અમદાવાદમાં મહિલાએ 13માં માળેથી ઝંપલાવ્યું, નીચે પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેના મોત
અમદાવાદના ખોખરામાં એક મહિલાએ મોતની છલાંગ લગાવી અને આ છલાંગ એક વૃદ્ધ માટે પણ મોતનું કારણ બની. ઘટના ખોખરાના પરિષ્કર ફ્લેટની છે, કે જ્યાં ઈમારતના 13માં માળેથી મહિલાએ ઝંપલાવ્યુ. આટલી ઉપરથી નીચે પડતા મહિલાનું તો મોત નીપજ્યુ, પરંતુ ઇમારત નીચેથી પસાર થતા એક નિવૃત્ત શિક્ષક એવા વૃદ્ધ પર આ મહિલા પડી. જેને કારણે વૃદ્ધનું પણ […]
અમદાવાદના ખોખરામાં એક મહિલાએ મોતની છલાંગ લગાવી અને આ છલાંગ એક વૃદ્ધ માટે પણ મોતનું કારણ બની. ઘટના ખોખરાના પરિષ્કર ફ્લેટની છે, કે જ્યાં ઈમારતના 13માં માળેથી મહિલાએ ઝંપલાવ્યુ. આટલી ઉપરથી નીચે પડતા મહિલાનું તો મોત નીપજ્યુ, પરંતુ ઇમારત નીચેથી પસાર થતા એક નિવૃત્ત શિક્ષક એવા વૃદ્ધ પર આ મહિલા પડી. જેને કારણે વૃદ્ધનું પણ સ્થળ પર મોત નીપજ્યુ હતું. ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસ સ્થળ પર પહોંચી હતી, તેમજ પ્રાથમિક તપાસમાં ઈમારત પરથી મોતની છલાંગ લગાવનાર મહિલા અસ્થિર મગજની હોવાનું સામે આવ્યું હતું. એક છલાંગને કારણે બે વ્યક્તિના મોત થતા હાલ તો બે પરિવારોમાં શોકનો માહોલ છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO