અમદાવાદના કઠવાડા જીઆઇડીસીમાં આવેલા એપલ ફર્નિચરના યુનિટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં આ યુનિટમાં લાકડાનું રો મટીરીયલ અને PU ફોર્મના માલમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ સ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના 25 જવાનોએ આગને કાબુમાં લેવા કામગીરી શરુ કરી છે. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
જો કે આ આગ કેમ લાગી છે તે અંગેની કોઇ જ માહિતી સાંપડી નથી. તેમજ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિક્સમાં રાજસ્થાનના આ 3 ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું