અમદાવાદમાં દિવસે નહી રહે કર્ફ્યુ, સોમવારથી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુનો અમલ

અમદાવાદમાં દિવસનો કર્ફ્યુ કરાયો રદ, સોમવારથી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુનો અમલ

અમદાવાદમાં નહીં વધે કર્ફ્યુની સમયમર્યાદા, દિવસે અમદાવાદમાં નહીં રહે કર્ફ્યુ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાગિરકોને સાવચેતી જાળવવાની અપીલની સાથે આ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે. અને આભાર વ્યક્ત કર્યો. સોમવારથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે. સાથો સાથ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેશે. આ ચાર શહેરો સિવાય રાજ્યના બાકીના નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહેવા અપીલ કરી છે.

READ  સુરતઃ મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત! બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે મોત

 

મહત્વનું છે કે, રાજ્યભરમાં સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધી લોકો ફરજિયાત માસ્ક પહેરે જ તેવી ખાસ અપીલ કરાઈ છે. તો માસ્ક ન પહેરનારા લોકો સામે રૂપિયા એક હજારનો પોલીસ દંડ કરશે. મુખ્યપ્રધાને યુવાનોને ખાસ અપીલ કરી છેકે, સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન થાય. બિનજરૂરી બહાર જવા-આવવાનું પણ યુવાનો ટાળે. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે, જો સંક્રમણ લઈને ઘરે જશે, તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે.

READ  યુવક-યુવતીએ આપઘાત જ કર્યો છે કે કેમ? સાબરકાંઠાના ચાંડપ ગામે યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments