પત્રકાર ગૌરી લંકેશની હત્યાના કેસમાં 18મો આરોપી SITએ ઝડપ્યો

પત્રકાર ગૌરી લંકેશની હત્યાના કેસમાં 18મો આરોપી SITએ ઝડપ્યો

પત્રકાર ગૌરી લંકેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસ અંગે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તપાસ ટીમે અંતે 18માં આરોપીનું ધરપકડ કરી છે જેને ગૌરી લંકેશ પર ગોળી ચલાવી હતી. 44 વર્ષના ઋષિકેશ દેવડીકરને ગૌરી લંકેશ કેસમાં એસઆઈટીએ ઝારખંડના ધનબાદથી ઝડપી લીધો છે.  આ તપાસ ટીમને સારી કામગીરી બદલ સરકારે સન્માનિત પણ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  અમદાવાદ: ટેનિસ કોર્ટ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ છતાં જુઓ કેવી છે હાલત!

બેંગલુરુ શહેરમાં 5 સપ્ટેમ્બર, 2017ના રોજ ગૌરી લંકેશની હત્યા કરવામાં આવી હતી. તેમના ઘરની બહાર જ ગોળી મારવામાં આવી હતી અને બાદમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યાના પડઘાઓ પડ્યા હતા. જે આરોપી ઝડપાયો છે તે મુખ્ય સૂત્રધાર છે અને તેને જ ગૌરી લંકેશની હત્યા માટે પ્લાન બનાવ્યો હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલ આરોપીની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેને કાલે મજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવી શકે છે. કોઈ પકડી ના શકે તે માટે પોતાની ઓળખાણ છૂપાવીને આ આરોપી પેટ્રોલ પંપ ખાતે નોકરી કરતો હતો. જો કે તે એસઆઈટીની તપાસમાં ઝડપાઈ જ ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારે આ તપાસ ટીમનું કર્યું સન્માન

બેંગલુરુંમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ આરોપીમને ઝડપવા માટે અને ઉત્કૃષ્ટ કામગીરી માટે સરકારે આ તપાસ ટીમને સન્માનિત કરી હતી. આ સિવાય 25 લાખનો રોકડ પુરસ્કાર પણ તપાસ ટીમને આપવામાં આવ્યો હતો. આ સન્માન માટે પ્રદેશ સરકારે જ ગૃહ મંત્રાલયને ભલામણ કરીને કહ્યું હતું.

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati