જમ્મૂ-કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની 6 AK-47 સાથે ધરપક્ડ કરવામાં આવી, જુઓ VIDEO

જમ્મૂ-કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની 6 AK-47 સાથે ધરપક્ડ કરવામાં આવી, જુઓ VIDEO

જમ્મૂ-કાશ્મીર પોલીસે 3 આતંકીઓની 6 AK-47ની સાથે ધરપક્ડ કરી છે. આતંકીઓની પંજાબ-જમ્મૂ-કાશ્મીર બોર્ડરના લખનપુરથી ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષાદળોને ઈનપુટ મળ્યો હતો કે એક ટ્રકમાં હથિયાર લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ ટ્રકને પક્ડી અને 3 આતંકીઓની હથિયારોની સાથે ધરપકડ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કઠુઆના SSPએ કહ્યું કે હથિયાર અને ગોળા-બારૂદ લઈ જઈ રહેલા એક ટ્રકને પકડવામાં આવી છે. સુરક્ષાદળો માટે 2 દિવસમાં આ બીજી મોટી સફળતા છે. આ પહેલા બુધવારે સુરક્ષાદળોએ લશ્કર-એ-તોયબાના આતંકી આસિફને ઠાર કર્યો હતો. જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોને સવારે આતંકીઓ છુપાવવાની ખબર મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ અભિયાન ચલાવ્યુ, તે દરમિયાન મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફને ઠાર કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati