ગામડાઓમાં સુરક્ષાની સ્થિતિ સુધારવા માટે સાબરકાંઠા પોલીસના 20 PSIની આઉટ પોસ્ટમાં બદલી

ગામડાઓમાં સુરક્ષાની સ્થિતિ સુધારવા માટે સાબરકાંઠા પોલીસના 20 PSIની આઉટ પોસ્ટમાં બદલી

 PSI કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન સંભાળતા હોય છે  પણ હવે સાબરકાંઠામાં હવે PSI તરીકે ફરજ બજાવતા અધિકારીઓને રુઆબદાર ચેમ્બર અને સરકારી પોલીસની ગાડીને છોડવી પડશે. TV9 Gujarati   સાબરકાંઠા જીલ્લામાં આમ તો હાલમાં 50 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરો ફરજ બજાવે છે. જેમાં તેઓને જુદા જુદા પોલીસ મથકો અને શાખાઓમાં ફરજની નિમણુંક અપાઇ છે. પરંતુ એકાએક […]

Avnish Goswami

| Edited By: TV9 WebDesk8

Feb 07, 2019 | 1:55 PM

 PSI કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન સંભાળતા હોય છે  પણ હવે સાબરકાંઠામાં હવે PSI તરીકે ફરજ બજાવતા અધિકારીઓને રુઆબદાર ચેમ્બર અને સરકારી પોલીસની ગાડીને છોડવી પડશે.

સાબરકાંઠા જીલ્લામાં આમ તો હાલમાં 50 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરો ફરજ બજાવે છે. જેમાં તેઓને જુદા જુદા પોલીસ મથકો અને શાખાઓમાં ફરજની નિમણુંક અપાઇ છે. પરંતુ એકાએક જ હવે સાબરકાંઠા એસપીએ આજે પીએસઆઇ કક્ષાના અધીકારીઓની બદલીઓનો ગંજીફો ચીપ્યો હતો જેમાં વીસ જેટલા પીએસઆઇની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના પીએસઆઇને પોલીસ મથકમાંથી બદલીને હવે તેમને નવી જવાબદારી સ્વરુપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનના તાબામાં આવેલા આઉટ પોસ્ટના ઇન્ચાર્જ સ્વરુપ બદલીઓના હુકમ કર્યા છે. આમ હવે અત્યાર સુધી રુઆબદાર અધીકારી તરીકે પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અધીકારીઓ એ હવે એકાએક જ નવી નિચલી કક્ષાની જવાબદારી નિભાવવાની સ્થિતી સર્જાઇ છે.

જોકે પ્રજાએ આ નિમણુંકથી પણ કોઇજ ખાસ હરખ પામવા જેવુ પણ નથી કારણ કે પોલીસ સ્ટેશનના કામકાજ માટે આખરે તેમણે પોલીસ સ્ટેશને જ પહોંચવાનુ જ નસીબ રહેશે. કારણ કે આઉટ પોસ્ટના પીએસઆઇ જે તે પોલીસ મથકના તાબા હેઠળ કામ કરતા હોવાને કારણે પ્રજાને તો વિશેષ લાભ મળવાની આશા જણાતી નથી.

[yop_poll id=1179]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati