ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1477 કેસ અને 15 દર્દીઓના થયા મોત

  • TV9 Webdesk13
  • Published On - 20:58 PM, 1 Dec 2020
1477 new coronavirus cases reported in Gujarat today 15 patients died and 1547 discharged

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં 8 દિવસ બાદ કોરોનાના 1500થી ઓછા કેસ નોંધાયા છે. 15 દિવસ બાદ પહેલીવાર નવા કેસ કરતા ડિસ્ચાર્જ વધુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 68 હજાર 852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1477ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 1547 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે અને 15 દર્દીના મોત થયા છે. રિકવરી રેટ 91.06 ટકા થયો છે, તેમજ 16 નવેમ્બર બાદ પહેલીવાર નવા કેસ કરતા ડિસ્ચાર્જ વધુ થયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 10 જ્યારે સુરત શહેરમાં 2 દર્દીઓના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 332 કેસ જ્યારે વડોદરામાં 264 કેસ પાછલા 24 કલાકમાં નોંધાયા છે.

આ પણ વાંચો: રાજ્યમાં શાળા ક્યારે શરૂ થશે? આ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું આ મોટું નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો